મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, એક કર્મચારીનું મોત, બચાવ કાર્ય શરુ
મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Bhandara Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં એક કર્મચારીનું મોત થયું છે. અન્ય ઘણા કર્મચારીઓને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ વિસ્ફોટ ફેક્ટરીની આરકે શાખા વિભાગમાં થયો હતો.
Maharashtra | There has been an accident of blast at Ordnance factory, Bhandara today morning. The rescue & medical teams are deployed for survivors and rescue is underway. Details will follow.: PRO Defence Nagpur
— ANI (@ANI) January 24, 2025
ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયાર બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડા ચારેબાજુ પથરાયેલા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને મદદ કરી રહી છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.
Mumbai, Maharashtra: An explosion occurred at the ammunition factory in Jawahar Nagar, Bhandara pic.twitter.com/oN7Ao9n77z
— IANS (@ians_india) January 24, 2025
પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે અને રાહત કાર્યમાં લાગેલી છે. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ભાગવા લાગ્યા હતા. ઘટનાસ્થળે સ્થાનિક લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે, જે લોકોને બચાવવામાં મદદ કરી રહ્યા છે.
સીએમ દેવેન્દ્રએ તમામ શક્ય મદદની ખાતરી આપી
ભંડારા જિલ્લામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છત તૂટી પડતાં 13થી 14 કર્મચારીઓ ફસાયા હોવાના અહેવાલ છે. તેમાંથી પાંચને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે છે અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે. એસડીઆરએફ અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોને પણ બચાવ કાર્ય માટે બોલાવવામાં આવી છે અને ટૂંક સમયમાં પહોંચી જશે. જિલ્લા વહીવટીતંત્ર સંરક્ષણ દળો સાથે સંકલન કરીને બચાવ કામગીરીમાં સામેલ છે. તબીબી સહાય માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.
સીએમ ફડણવીસે કહ્યું કે અત્યાર સુધી મળેલી પ્રાથમિક માહિતી મુજબ દુર્ભાગ્યવશ આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
ફેક્ટરીમાં 14 કર્મચારીઓ હાજર હતા
શુક્રવારે (24 જાન્યુઆરી) સવારે 10:30 થી 10:45ની વચ્ચે બ્લાસ્ટ થયો હતો. આ સમયે ફેક્ટરીમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે જ સમયે, ચારથી પાંચ લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે. ઓર્ડનન્સ ફેક્ટરીના અધિકારીઓ ઉપરાંત ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઓર્ડિનન્સ ફેક્ટરી શું છે ?
ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી એ ભારતનો એક ઉદ્યોગ છે, જે સંરક્ષણ મંત્રાલય માટે કામ કરે છે. સંરક્ષણમાં વપરાતી ચીજવસ્તુઓ અહીં બનાવવામાં આવે છે. ઓર્ડનન્સ વિભાગનું મુખ્યાલય કોલકાતામાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
