શોધખોળ કરો
ભારત બંધઃ ભારતના કયા રાજ્યોમાં જોવા મળી બંધની અસર ને શું છે સ્થિતિ ?
નવા કૃષિ કાનૂનના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી રહી છે.
![ભારત બંધઃ ભારતના કયા રાજ્યોમાં જોવા મળી બંધની અસર ને શું છે સ્થિતિ ? Bharat Bandh: Know about state wise situation of bandh check details ભારત બંધઃ ભારતના કયા રાજ્યોમાં જોવા મળી બંધની અસર ને શું છે સ્થિતિ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/08161951/bharat-bandh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારત બંધઃ નવા કૃષિ કાનૂનના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે.અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.
ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં પ્રયાગરાજમાં રેલ અટકાવી હતી. કાર્યકર્તા રેલવે પાટા પર પહોંચીની સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
આંધ્રપ્રદેશઃ વિશાખાપટ્ટનમમાં ડાબેરીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળઃ કોલકાતામાં ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ડાબેરીઓએ જાદવપુરમાં રેલ અટકાવી.
કર્ણાટકઃ ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં બેંગલુરુમાં કોંગ્રેસ કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યા.
પંજાબઃ અમૃતસરમાં ભારત બંધના સમર્થનમાં દુકાનો નથી ખુલી. ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીના મહાસચિવે કહ્યું, દુકાનો લગભગ બંધ છે. ઇમરજન્સી સેવા શરૂ છે.
બિહારઃ હાજીપુર, જહાનાબાદ, ખગડિયા, દરભંગા સહિત અન્ય જિલ્લામાં સવારથી દેખાવકારો રોડ પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે.
તેલંગાણાઃ કામરેડ્ડીમાં સડક પરિવહન નિગમના કર્મચારી ભારત બંધને સમર્થન આપી રહ્યા છે.
ગુજરાતઃ કોંગ્રેસના કાર્યકર્તા, નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)