શોધખોળ કરો

ભેસાણઃ ત્રણ દીકરીઓને કૂવામાં ફેંકી પિતાએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

ખંભાળિયા ગામે રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવાનું કહી વાડીએ લઇ ગયા હતા.

ભેસાણ: ભેસાણના ખંભાળિયા ગામે એક યુવકે પોતાની ત્રણ સગી દીકરીઓને કૂવામાં ફેંકીને ઝેરી દવા ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ભેસાણ પોલીસ દોડી આવી હતી અને તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. 15 દિવસ પહેલા જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો. પરંતુ તે તેની માતા પાસે જીવિત છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ખંભાળિયા ગામે રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવાનું કહી વાડીએ લઇ ગયા હતા. અહીં પોતાની ત્રણ દીકરી રીયા (ઉ.વ.9), અંજલી (ઉ.વ.7) અને જલ્પા (ઉ.વ.2)ને આજે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં પોતે દવા પી લીધી હતી પરંતુ દવાની કોઇ અસર ન થતા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. એક જ પરિવારના ચારના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ગામના લોકોના કહેવા મુજબ રસિકભાઇને સંતાનમાં ત્રણ દીકરી હતી. આથી પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પત્ની પાસે ચોથી ડિલિવરી કરાવી હતી. પત્ની ડિલિવરી કરવા માટે પિયર ગઇ હતી. પરંતુ ડિલિવરી દરમિયાન જાણવા મળ્યું કે પોતાને ચોથી દીકરી આવી છે, આથી તેઓ ચિંતામાં ડૂબી ગયા હતા. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાની ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ જિંદગી ટૂંકાવી હતી. રસીકભાઇના મોટાભાઇ વાલજીભાઇ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસીક મારો નાનો ભાઇ હતો. તેની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોવાથી પોતાની ત્રણેય દીકરીઓને કૂવામાં નાંખી પોતે આપઘાત કરી લીધો હતો.
IND v WI: કુલદીપ યાદવની હેટ્રિક, વન ડેમાં બીજી વખત આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બોલર નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
ઈરાનના સંકટ વચ્ચે ચાંદી ₹32000 મોંઘી, કિંમત 3 લાખને પાર, સોનામાં પણ મોટો ઉછાળો 
ઈરાનના સંકટ વચ્ચે ચાંદી ₹32000 મોંઘી, કિંમત 3 લાખને પાર, સોનામાં પણ મોટો ઉછાળો 
કુવૈતની મોટી ભૂલ: અમેરિકાના 3 F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા, તમામ 6 જવાનોનો આબાદ બચાવ
કુવૈતની મોટી ભૂલ: અમેરિકાના 3 F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા, તમામ 6 જવાનોનો આબાદ બચાવ
Embed widget