શોધખોળ કરો

નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું

પાયલે જણાવ્યું કે, જેલમાં તેની સાથે રહેલી મહિલા કેદીઓએ પૂરો સહયોગ આપ્યો હતો. તેથી હું મહિલા કેદીઓ માટે બેરકમાં LED લગાવવાની માંગ કરીશ.

મુંબઈઃ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેના પિતા મોતીલાલ નેહરુના વિવાદિત વીડિયો મામલે ધરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ પાયલ રોહતગી જામીન પર મુક્ત થઈ છે. રિયાલિટી ટીવી શો બિગ બોસનો હિસ્સો રહેલા પાયલે એક નિવેદનમાં જણાવ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેથી ત્યાં  અભિવ્યક્તિની આઝાદી નથી. હું સોશિયલ મીડિયા પર મારા વિચાર વ્યક્ત કરવાનું બંધ નહીં કરું. પાયલે જણાવ્યું કે, જેલમાં તેની સાથે રહેલી મહિલા કેદીઓએ પૂરો સહયોગ આપ્યો હતો. તેથી હું મહિલા કેદીઓ માટે બેરકમાં LED લગાવવાની માંગ કરીશ. પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે નેહરુ પરિવાર પર વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે બાદ તેની સામે રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ થઈ હતી અને અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું પતિએ PM મોદીની માંગી હતી મદદ પોલીસની આ કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મદદ કરવાની અપીલ કરી હતી. સંગ્રામ સિંહે ટ્વિટ કરીને લખ્યું, આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે હસ્તાક્ષેપ કરવા જણાવ્યું હતું. નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું ગૂગલ પરથી માહિતી લઈ મોતીલાલ નેહરુ પર બનાવ્યો હતો વીડિયો પાયલ રોહતગીએ એક ટ્વિટમાં જણાવ્યું કે, મોતીલાલ નેહરુ પર એક વીડિયો શેર કરવા બદલ રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. આ વીડિયોમાં મેં ગુગલથી જાણકારી લઈને બનાવ્યો હતો. બોલવાની આઝાદી એક મજાક છે. આ ટ્વિટમાં તેણે રાજસ્થાન પોલીસ, પીએમઓ, ગૃહ મંત્રાલયના સતાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યા હતા. આ અંગે એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગી પર કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પાયલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આપતિજનક ટિપ્પણી કરવાના આરોપ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાયલ રોહતગી પર સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરૂના પરિવાર વિરુદ્ધ વીડિયોમાં આપતિજનક ટિપ્પણીની સાથે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પત્નીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે પાયલ રોહતગી યુવા કોગ્રેસ નેતા ચર્મેશ શર્મા દ્ધારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર પાયલ રોહતગી વિરુદ્ધ આઇટીની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો હતો કે રોહતગીએ મોતીલાલ નેહરુની પત્નીને બદમાન કરવા માટે ખોટા આરોપ લગાવીને તેમનું અપમાન કર્યું છે. આ ભારતના અન્ય દેશો સાથે સંબંધોમાં વિક્ષેપ નાખી શકે છે કારણ કે તેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના સંદર્ભમાં ચિત્રો સાથે આપતિજનક ટિપ્પણી કરવામાં આવી છે. પાયલ રોહતગી બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે. તે સિવાય તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પાયલે 2002માં ફિલ્મ ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
Embed widget