Chandra Shekhar Aazad Attacked: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર યૂપીમાં ફાયરિંગ, જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર
Chandra Shekhar Aazad Attacked: આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેને બદમાશોએ ગોળી મારી છે.
Chandra Shekhar Aazad Attacked: આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેને બદમાશોએ ગોળી મારી છે. જે તસવીર સામે આવી છે તેમાં દેખાઈ રહ્યું છે કે ગોળી તેની કમરને સ્પર્શીને નિકળી ગઈ છે. આ સાથે વાહનના કાચ પણ તૂટેલા જોવા મળ્યા છે.
#BREAKING | चंद्रशेखर आजाद पर जानलेवा हमला
— ABP News (@ABPNews) June 28, 2023
- आजाद को गोली छूते हुए निकली
- देवबंद सरकारी अस्पताल में भर्ती हैं आजाद@romanaisarkhan | @sanjayjournohttps://t.co/smwhXUROiK #BreakingNews #ChandrashekharAzad #AzadSamajParty #UttarPradesh #Saharanpur #Deoband pic.twitter.com/pd3kMNlTPY
હુમલા બાદ ચંદ્રશેખર આઝાદને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. SSP ડૉ. વિપિન ટાડા સહારનપુરે DGP વિજય કુમારને ફોન પર સમગ્ર મામલાની માહિતી આપી છે. ભીમ આર્મીએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે ચંદ્રશેખર આઝાદને સુરક્ષા મળવી જોઈએ. બીજી તરફ આરએલડીના સ્થાનિક ધારાસભ્ય મદન ભૈયાએ કહ્યું કે તેમની હાલત હાલ ખતરાની બહાર છે અને સારવાર ચાલી રહી છે.
VIDEO | Bhim Army chief Chandrashekhar Azad was rushed to a local hospital. More details are awaited. pic.twitter.com/HhUz8RZnVw
— Press Trust of India (@PTI_News) June 28, 2023
પોલીસે શું કહ્યું?
એસએસપી ડૉ. વિપિન ટાડાએ કહ્યું કે ચંદ્રશેખર આઝાદના કાફલા પર કારમાં સવાર સશસ્ત્ર બદમાશોએ હુમલો કર્યો હતો. એક ગોળી તેની કમરને સ્પર્શીને નિકળી ગઈ છે. તે સ્વસ્થ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરો હરિયાણા નંબરની કારમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
યુપીની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા
ચંદ્રશેખર આઝાદ પર થયેલા હુમલાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, રાજ્યમાં ગુનેગારોનું મનોબળ એટલું ઊંચુ છે કે અરાજક તત્વોએ તેમની તમામ મર્યાદાઓ અને સીમાઓ ઓળંગવાનું શરૂ કરી દીધું છે. યુપીમાં વિપક્ષ હવે સરકાર અને ગુનેગારો બંનેના નિશાના પર છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પરનો જીવલેણ હુમલો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ખોખલી સ્થિતિ માટે એલાર્મ છે. જાગી જાવ સરકાર!
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial