Aadhaar: તમારુ Aadhaar Card 10 વર્ષ જુનુ છે, તો કરી દો આ કામ નહીં તો બનશો છેતરપિંડીનો ભોગ, સરકારની ચેતાવણી
UIDAIએ જણાવ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં તેમનો આધાર બનાવ્યો હતો અને તે પછી તેને ક્યારેય અપડેટ કર્યો નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે,”
Aadhaar Card Update: આધાર કાર્ડ (Aadhaar Card)ને વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે નાગરિકોને એક ખાસ ચેતાવણી જાહેર કરી છે, સરકારે મોટો નિર્ણય લેતા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે, ખાસ કરીને 10 વર્ષ જુના આધાર કાર્ડને જલદી અપડેટ કરવાનુ કહેવામાં આવ્યુ છે કેમ કે છેલ્લા અપડેટને એડ કરવાથી છેતરપિંડીમાંથી બચી શકાશે, નહીં તો છેતરપિંડીનો ભોગ બની શકાય છે. 31 માર્ચ, 2021 સુધીની સ્થિતિ અનુસાર, ભારતના કુલ 128.99 કરોડ નિવાસીઓના આધાર કાર્ડ નંબર જાહેર કરવામાં આવી ચૂક્યા છે. UIDAIએ નિવેદન જાહેર કરીને આ અપીલ કરી છે.
UIDAIએ જણાવ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં તેમનો આધાર બનાવ્યો હતો અને તે પછી તેને ક્યારેય અપડેટ કર્યો નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે,” બોડીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં, દસ્તાવેજ અપડેટની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. આધાર ધારકોને નિર્ધારિત ફી સાથે અને આધાર ધારક આધાર ડેટામાં વ્યક્તિગત ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સંબંધિત દસ્તાવેજો અપડેટ કરી શકે છે. આ સુવિધા ઓનલાઈન પણ મેળવી શકાય છે.
UIDAI એ માહિતી આપી હતી કે આ દસ વર્ષ દરમિયાન આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને આધાર નંબરનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે કરવામાં આવી રહ્યો છે. UIDAIએ કહ્યું કે આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટાને નવીનતમ વ્યક્તિગત વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.
નોંધનીય છે કે UIDAI એ એક વૈધાનિક સત્તા છે, જેની સ્થાપના ભારત સરકાર દ્વારા 12 જુલાઈ, 2016ના રોજ આધાર અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી હતી. બેવડી અને નકલી ઓળખને દૂર કરવા માટે ભારતના તમામ રહેવાસીઓને ‘આધાર’ તરીકે ઓળખાતા અનન્ય ઓળખ નંબર (UID) જારી કરવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી.
Update your #Aadhaar and enjoy its many benefits!
— Aadhaar (@UIDAI) October 12, 2022
Aadhaar is beneficial in availing various government and non-government services like Driving licence, opening bank accounts, etc.
Book your appointment today- https://t.co/4oHl348R3A @UIDAIGuwahati @GoI_MeitY @mygovindia pic.twitter.com/EQ1vqseng9
--
--
#DosandDontsonAadhaarUsage
— Aadhaar (@UIDAI) October 12, 2022
Entities seeking your #Aadhaar are obligated to obtain your consent which should specify the purpose for which it is being taken. @GoI_MeitY @_DigitalIndia @mygovindia pic.twitter.com/zhURvjO5V7





















