શોધખોળ કરો

Wayanad Bypoll: ઉત્તરથી લઇ દક્ષિણ સુધી BJPને ઘેરવાનો પ્લાન, રાહુલ-પ્રિયંકાની જોડી કરવા જઇ રહી છે મોટુ કામ

Rahul Gandhi-Priyanka Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશભરમાં પાર્ટી માટે મોટુ મેદાન તૈયાર કરી રહ્યા છે. ક્યારેક તે મણિપુર તો ક્યારેક હાથરસ જઈ રહ્યાં છે

Rahul Gandhi-Priyanka Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશભરમાં પાર્ટી માટે મોટુ મેદાન તૈયાર કરી રહ્યા છે. ક્યારેક તે મણિપુર તો ક્યારેક હાથરસ જઈ રહ્યાં છે. ક્યારેક તે આસામમાં પૂર પીડિતોને મળી રહ્યાં છે તો ક્યારેક રાયબરેલીમાં દર્દીઓને મળે છે. રાયબરેલી એ જ સીટ છે જે રાહુલે વાયનાડ સીટ સિવાય પસંદ કરી છે જે તેમણે જીતી છે. રાહુલ ગાંધી બે વખત રાયબરેલીની મુલાકાત લઈ ચૂક્યા છે. રાહુલ ગાંધીની આ ત્રીજી યુપી મુલાકાત છે.

હવે લાગે છે કે રાહુલ ગાંધીએ યુપીમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવાની જવાબદારી લીધી છે. પહેલા યુપીની જવાબદારી પ્રિયંકાના ખભા પર હતી, પરંતુ હવે તેમને વાયનાડથી ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવી છે. મતલબ, એક પાસમાં ઉત્તર અને બીજામાં દક્ષિણ છે. કોંગ્રેસની ભાઈ-બહેનની જોડીએ ભાજપ માટે મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે જો પ્રિયંકા વાયનાડથી જીતશે તો પાર્ટી દેશના બંને છેડેથી ભાજપને ઘેરી લેશે. ચાલો જાણીએ કે કોંગ્રેસનો હવે શું પ્લાન છે.

યુપીમાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યાં છે રાહુલ ગાંધી  
વાસ્તવમાં, રાહુલ તાજેતરમાં રાયબરેલી ગયા હતા, જ્યાં તેઓ એઈમ્સ પહોંચ્યા હતા અને દર્દીઓની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેણે ન્યૂરોલૉજી વિભાગમાં 10 વર્ષની બાળકી સાથે લૂડો પણ રમી હતી. રાહુલના યુપી પ્રવાસને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ આ રાજ્યને લઈને ખૂબ જ ગંભીર છે. રાહુલના આવા પ્રવાસો યુપીમાં પાર્ટીને મજબૂત કરવાના છે. આ જ કારણ છે કે રાહુલે વાયનાડ છોડીને પોતાની સંસદીય બેઠક તરીકે રાયબરેલી બેઠક પસંદ કરી છે.

જોકે, રાહુલ ગાંધી માટે વાસ્તવિક લિટમસ ટેસ્ટ યુપીમાં 10 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી છે. આ દર્શાવે છે કે રાહુલ યુપીથી સાંસદ બન્યા બાદ પાર્ટી કેટલી મજબૂત બની છે. જોકે, પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કર્યું છે તે વાતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. તેમણે રાયબરેલીમાં નવ દિવસ અને અમેઠીમાં સાત દિવસ પ્રચાર કર્યા છે.

વાયનાડ માટે ચાલી રહી છે પ્લાનિંગ 
પ્રિયંકા હવે વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહી છે અને તે રાજકારણમાં પણ પ્રવેશ કરશે. કોંગ્રેસે વાયનાડ સીટ જીતવા માટે તમામ પ્રયાસ કર્યા છે. કોંગ્રેસને અહીંથી આસાનીથી જીત મળે તેવી આશા છે. કોંગ્રેસના નેતાઓ લોકોને મળી રહ્યા છે અને તેમના વિચારો તેમના સુધી પહોંચાડી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તેઓ વાયનાડના લોકોને રાહુલની ખોટ નહીં જવા દે. હવે આ સંદેશ લોકો સુધી કેટલો સારો પહોંચ્યો છે તે ચૂંટણીના પરિણામો જ કહેશે.

કોંગ્રેસની તીકડી વધારશે બીજેપીનું ટેન્શન  
પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. 15 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને લાગે છે કે યુપીમાં તેની સ્થિતિ સુધરી શકે છે. જો પ્રિયંકા વાયનાડથી જીતશે તો ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાંથી ગાંધી પરિવારના સભ્યો લોકસભામાં જોવા મળશે. સોનિયા ગાંધી પહેલાથી જ રાજ્યસભામાં છે. ઉત્તરમાંથી રાહુલ ગાંધી, દક્ષિણમાંથી પ્રિયંકા ગાંધી અને પશ્ચિમમાંથી સોનિયા ગાંધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળી શકે છે.

હવે સવાલ એ થાય છે કે ભાઈ-બહેનની જોડી સંસદમાં કોંગ્રેસ ગઠબંધનને મજબૂત કરતી જોવા મળશે કે નહીં. 17 જૂને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી સીટ રાખવા જઈ રહ્યા છે, જ્યારે પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી મેદાનમાં છે. વાયનાડની ચૂંટણી પછી જ ખબર પડશે કે આ જોડી અજાયબી કરશે કે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget