Bihar Election Results: ચૂંટણી પંચના તાજા આંકડામાં ભાજપ મોટો ભાઈ, કોંગ્રેસની હાલત થઇ ખરાબ
Bihar Election Results 2025: ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 21 બેઠકો પર, જેડીયુ 16 બેઠકો પર, આરજેડી 8 બેઠકો પર, એલજેપી 4 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો પર અને સીપીઆઈ 1 બેઠકો પર આગળ છે

Bihar Election Results 2025: સવારથી બિહારમાં ઘમાસાણ શરૂ થઇ ચૂક્યુ છે. પ્રદેશમાં એનડીએ અને મહાગઠબંધનની સાથે સાથે અન્ય પક્ષો મેદાનમાં છે, અને આજે કોની સરકાર બનશે તેના પર તમામની નજર છે. ચૂંટણી પંચના ઓફિશિયલ આંકડા આવવાના શરૂ થઇ ચૂક્યા છે. શરૂઆતી વલણોમાં બિહારમાં એનડીએને બહુમતી મળી રહી છે, તેમાં પણ ભાજપને સૌથી વધુ બેઠકો મળતી દેખાઇ રહી છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસની હાલત ફરી એકવાર ખરાબ થઇ રહી છે.
ચૂંટણી પંચના આંકડા શું કહે છે ?
ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 21 બેઠકો પર, જેડીયુ 16 બેઠકો પર, આરજેડી 8 બેઠકો પર, એલજેપી 4 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો પર અને સીપીઆઈ 1 બેઠકો પર આગળ છે. શરૂઆતી વલણ બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ છે. ભાજપના મોટા નેતાઓ પ્રદેશ કાર્યાલાય પહોંચી રહ્યા છે. પ્રારંભિક વલણ મુજબ બિહારમાં NDA સરકારની શક્યતા છે.
કયાં કોણ આગળ
મીનાપુર – અજય કુમાર આગળ
મોકામા – અનંત સિંહ આગળ
ફુલવારી – શ્યામ રજક સિંહૉ આગળ
મસૌદી – અરુણ માંઝી આગળ
દરભંગા સદરથી સંજય સરાવગી આગળ
હિસુઆથી ભાજપના અનિલ સિંહ આગળ
બરુરાજથી ભાજપના અરુણ કુમાર સિંહ આગળ
મીનાપુરથી જેડીયુના અજય કુમાર આગળ
બેતિયાથી રેણુ દેવી આગળ
રાજનગરમાં સુજીત કુમાર આગળ
ઔરાઈમાં રામ નિષાદ આગળ
બરુરાજમાં અરુણ કુમાર સિંહ આગળ
સાહિબગંજમાં રાજુ સિંહ આગળ
ઢાકાથી ભાજપના પવન જયસ્વાલ આગળ
બાનિયાપુરમાં ભાજપના કેદાર સિંહ આગળ
કટિહાર સદરમાં ભાજપના તારકિશોર પ્રસાદ આગળ
શહાબુદ્દીનના પુત્ર ઓસામા શાહાબ રઘુનાથપુરથી આગળ
ચૂંટણીના આંકડા
કુલ વિધાનસભા બેઠકો: 243
બહુમતી આંકડો: 122
પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 65.08 ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 68.76 ટકા મતદાન થયું હતું.
બિહાર ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થયું. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે થયું હતું, જેમાં 65 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થયું હતું, જેમાં આશરે 69 ટકા મતદાન થયું હતું.





















