શોધખોળ કરો
Advertisement
બિહાર: મગજના તાવથી અત્યાર સુધી 83 બાળકોના મોત, મુજફ્ફરપુરમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના ધામા
બિહારમાં મગજના તાવ (ઈન્સેફલાઈટિસ)થી મૃતકોની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન મુજફ્ફરપુર પહોંચ્યા છે.
નવી દિલ્હી: બિહારમાં મગજના તાવ (ઈન્સેફલાઈટિસ)નો કહેર યથાવત છે. અત્યાર સુધી આ તાવથી મૃતકોની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે. શનિવારે એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિંડ્રોમ એટલે કે એઈએસથી મરનારા બાળકોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી ગઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગે મૃતક બાળકોની સંખ્યાનો આંકડો જાહેર કર્યો છે. આ બિમારીથી સૌથી વધુ અસર મુજફ્ફરપુર જિલ્લામાં થઈ છે.
70થી વધુ બાળકોના મોત થતાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન બિહાર દોડી આવ્યા છે. તેઓ એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિંડ્રોમ (મગજનો તાવ)થી વધી રહેલા બાળકોના મોત અંગે જાણકારી લેશે અને વર્તમાન સ્થિતિની સમિક્ષા કરશે. ડૉ. હર્ષવર્ધન અને રાજ્યના આરોગ્યમંત્રી મંગલ પાંડે સહિત અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
ચમકી તાવનો કહેર, બિહારમાં અત્યાર સુધી 83 બાળકોએ જીવ ગુમાવ્યા, જુઓ વીડિયો
આ અગાઉ બિહારના આરોગ્યમંત્રી આ બિમારીથી મૃત્યુ પામનાર બાળકોને લઈને વાહિયાત નિવેદન પણ આપી ચુક્યા છે. તેઓએ બાળકોના મોત મામલે નિયતિ અને હવામાનને જવાબદાર ગણાવ્યા છે. બિહારમાં લોકો આ બિમારીને ‘ચમકી’ કહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion