દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન દિવ્યા ગૌતમ પટનાના દીઘાથી લડશે ચૂંટણી, જાણો કોણે આપી ટિકિટ?
આ નામોમાં સૌથી વધુ ચર્ચા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમના નામની છે

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ના સીટ-શેરિંગ કરાર બાદ મહાગઠબંધનમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સત્તાવાર સીટ-શેરિંગ ફોર્મ્યુલા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ ગઠબંધન માટે સંભવિત ઉમેદવારોના નામ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આ નામોમાં સૌથી વધુ ચર્ચા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમના નામની છે. CPI(ML) એ પટનાની દિઘા વિધાનસભા બેઠક પરથી દિવ્યા ગૌતમને મેદાનમાં ઉતાર્યા છે. દિવ્યા દિવંગત ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન છે.
NDAમાં આ બેઠક ભાજપ પાસે છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક NDAમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે હતી. હવે, મહાગઠબંધનમાં આ બેઠક CPI(ML) પાસે છે.
દિવ્યા ગૌતમ કોણ છે?
દિવ્યા ગૌતમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન છે અને તેમની રાજકીય અને શૈક્ષણિક કારકિર્દી સારી રહી છે. તેણીએ પટના યુનિવર્સિટીની પટના કોલેજમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક થયા છે. તેણી કોલેજકાળથી જ વિદ્યાર્થી રાજકારણમાં જોડાયેલી છે અને 2012માં AISA તરફથી પટના યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (PUSU) ના પ્રમુખની ચૂંટણી લડી હતી અને બીજા સ્થાને રહી હતી.
વધુમાં દિવ્યા ગૌતમે તેના પહેલા પ્રયાસમાં 64મી BPSC પરીક્ષા પાસ કરી હતી અને સપ્લાય ઇન્સ્પેક્ટરના પદ માટે પસંદગી પામી હતી, પરંતુ તેણી સરકારી નોકરીમાં જોડાઈ ન હતી. હાલમાં તેણી UGC-NET લાયક છે અને પીએચડી કરી રહી છે.
2020માં દિઘા બેઠક માટે રાજકીય સમીકરણ શું હતું?
છેલ્લી વિધાનસભા ચૂંટણી (2020) માં ભાજપના સંજીવ ચૌરસિયાએ દિઘા બેઠક જીતી હતી. તેમને 97,044 મત મળ્યા હતા, જ્યારે CPI(ML) ના શશી યાદવને 50,971 મત મળ્યા હતા અને તેઓ બીજા સ્થાને આવ્યા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં યોજાશે, અને મતગણતરી 14 નવેમ્બરે થશે.





















