શોધખોળ કરો
બિહારઃ મુઝફ્ફરપુરના ખબડામાં સાંસદ પપ્પૂ યાદવ પર હુમલો

મુઝફ્ફરપુરઃ બિહારના મધેપુરાથી સાંસદ પપ્પૂ યાદવ પર હુમલો થયો છે. તેઓ મુઝફ્ફરપુરના ખબડામાં એક રેલી કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પપ્પૂ યાદવ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોતાની પ્રથમ રેલીમાં પપ્પૂ યાદવનો જીવ બચાવવા માટે સુરક્ષાકર્મીઓએ ખૂબ મહેનત કરવી પડી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ મારપીટ દરમિયાન તેમનો મોબાઇલ છીનવી લેવામાં આવ્યો હતો. લોકસભાના સાંસદ યાદવ પર ભારત બંધના સમર્થકોએ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તેમના પર હુમલો કરનારાઓની સંખ્યા 100થી વધુ હતી. હુમલામાં પપ્પૂ યાદવના ગાર્ડને પણ ઇજા પહોંચી હતી. હુમલા બાદ યાદવ રડતા જોવા મળ્યા હતા.
વધુ વાંચો





















