Watch: પોલીસ ડ્યૂટી કરે કે ગાડીને ધક્કો મારે? જુઓ બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો Viral Video...

જો પોલીસની ગાડી રસ્તા પર જ ખરાબ થઈ જાય તો સમય આવ્યે પોલીસ લોકોની મદદ કઈ રીતે કરી શકશે એ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે.

Continues below advertisement

Viral Video: સોશિયલ મીડિયા (Social Media) ઉપર બિહાર પોલીસનો (Bihar Police) એક વીડિયોએ તહેલકો મચાવી દીધો છે. આ વીડિયોને જોઈ લોકો બિહાર પોલીસને ''ધક્કા માર પોલીસ'' કહી રહ્યા છે. આવીડિયોને જોઈને હસવાનું આવે છે અને બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થા ઉપર દયા પણ આવે છે. આ વીડિયોથી સિસ્ટમની ખામીઓ લોકોની સામે આવી છે.

Continues below advertisement

પેટ્રોલિંગ ગાડીને ધક્કો મારતા પોલીસ જવાનઃ
પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બગહા પોલીસનો આ વીડિયો છે જે બિહાર પોલીસના આધુનિકીકરણના તમામ દાવાઓની પોલી ખોલી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, કઈ રીતે પોલીસની પેટ્રોલિંગ ગાડીને બિહાર પોલીસના જવાન ધક્કો મારીને ચાલુ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને જોઈને તમે બિહાર પોલીસની ખરાબ વ્યવસ્થાનો અંદાજ લગાવી શકો છો.

સોશિયલ મીડિયા પર બિહારની ધક્કા માર પોલીસનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે પણ વ્યક્તિ આ વીડિયોને જુએ છે તે હસી પડે છે અને પછી સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને ગાડીનો ધક્કો મારતા જોઈને તેમના પર દયા પણ આવે છે. જો પોલીસની ગાડી રસ્તા પર જ ખરાબ થઈ જાય તો સમય આવ્યે પોલીસ લોકોની મદદ કઈ રીતે કરી શકશે એ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ

Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના કેસ વધવા સાથે શું આવ્યા ચિંતાજનક સમાચાર ? જાણીને ચોંકી જશો

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા ભાજપના આ ધારાસભ્ય, જાણો કોણ છે Rahul Narvekar?

IND vs ENG: ચાલુ મેચમાં કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા, જુઓ કોહલીના આક્રમક અંદાજનો વીડિયો

ઉદયપુર હત્યાકાંડમાં મોટો ખુલાસો- ઉત્તરપ્રદેશના કાનપુરથી લાવ્યા હતા હથિયાર, સ્લીપર સેલની જેમ 40 લોકો કરતા હતા કામ

Continues below advertisement
Sponsored Links by Taboola