શોધખોળ કરો

દેશના આ જાણીતા રાજ્યમાં 28 સપ્ટેમ્બરથી ખૂલી જશે સ્કૂલ-કોલેજ, જાણો શું છે ગાઈડલાઈન

આ નિર્ણય અંતર્ગત 30% બાળકો જ રોજ સ્કૂલ જઈ શકશે. આ વ્યવસ્થા પ્રમાણે 9થી 12 ધોરણના બાળકો જ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકશે.

નવી દિલ્હીઃ બિહારમાં ધોરણ 9 થી 12ની સ્કૂલો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. કન્ટેનમેન્ટ ઝોનમાં શૈક્ષણિક સંકુલો બંધ રહેશે. શિક્ષણ વિભાગ તરફથી મંગળારે જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલ આવવાનું રહેશે. જો કોઈ વાલી તેમના બાળકને સ્કૂલ ન મોકલવા માંગતા હોય તો સ્કૂલ તરફથી કોઈ દબાણ નહીં કરવામાં આવે. સરકારના નિર્ણય પ્રમાણે સપ્તાહમાં બાળકોને બે દિવસ જ સ્કૂલે જવાનું રહેશે. આ દરમિયાન 50% ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ સ્કૂલમાં આવશે. સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી બંને પર લાગુ પડશે. આ નિર્ણય અંતર્ગત 30% બાળકો જ રોજ સ્કૂલ જઈ શકશે. આ વ્યવસ્થા પ્રમાણે 9થી 12 ધોરણના બાળકો જ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકશે. સ્કૂલો ખોલવાને લઈને જે ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે આદેશ પ્રમાણે 9થી 12 ધોરણ સુધીના બાળકો એક સપ્તાહમાં ફક્ત બે દિવસ જ સ્કૂલ જઈ શકશે. બિહાર સરકારના આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જાહેર એસઓપીનું પાલન કરતા સ્કૂલ જવાની મંજૂરી રહેશે. સ્કૂલ જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે. આ સિવાય પ્રેક્ટિકલ ક્લાસ પણ હાલ થશે નહીં. સ્કૂલમાં બાળકોને માસ્ક લગાવીને જ રહેવું પડશે. સેનિટાઇઝર પણ સાથે રાખવું પડશે. વિદ્યાર્થીઓ તેમની પેન, પેન્સિલ, બુક વગેરે અન્ય વિદ્યાર્થી સાથે શેર નહીં કરી શકે. સ્કૂલ પરિસરમાં માસ્ક પહેરીને ફરવું પડશે. સ્કૂલોમાં કોને નહીં મળે પ્રવેશ વૃદ્ધ શિક્ષકો કે મોટી ઉંમરના સ્ટાફને નહીં બોલાવી શકાય. કન્ટેનમેન્ટ ઝોનમાંથી શિક્ષકો સ્કૂલમાં નહીં આવી શકે. શરદી-ઉધરસ થઈ હોવા તેવા વિદ્યાર્થીને પણ પ્રવેશ નહીં આપવામાં આવે. જે શિક્ષક કે વિદ્યાર્થીના પરિવાર કે આડોશપાડોશમાં કોઈને કોરોના થયો હશે તો તેઓ પણ નહીં આવી શકે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં શું કરી અરજી ? જાણો વિગત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ

ટોપ સ્ટોરી

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
PM-YASASVI Scholarship: અભ્યાસ માટે સરકાર આપશે 1.25 લાખ રૂપિયા, જાણો શું છે યોગ્યતા?
PM-YASASVI Scholarship: અભ્યાસ માટે સરકાર આપશે 1.25 લાખ રૂપિયા, જાણો શું છે યોગ્યતા?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલને વ્યાપક પ્રતિસાદ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર નેતાઓએ આપ્યો સાથ
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલને વ્યાપક પ્રતિસાદ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર નેતાઓએ આપ્યો સાથ
Embed widget