શોધખોળ કરો

Biporjoy : ગુજરાત જ નહીં આ રાજ્યોને પણ ધમરોળશે બિપરજોય, IMDની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તેની આડઅસરથી બચવા માટે ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ પણ તૈયારી કરી લીધી છે.

IMD : ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું શરૂ કર્યું છે. આ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તેની આડઅસરથી બચવા માટે ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ પણ તૈયારી કરી લીધી છે.

હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતની ગતિ ઘટશે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરશે. ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. 

દિલ્હીમાં થશે ભારે વરસાદ 

IMDનું કહેવું છે કે, ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆરમાં વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

મધ્ય પ્રદેશમાં પણ જોવા મળશે અસર

ચક્રવાતી તોફાન બિપરજોયથી બચવા માટે મધ્ય પ્રદેશના શહડોલ, જબલપુર, ભોપાલ અને નર્મદાપુરમમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાની સંભાવના છે. જેથી આગામી 24 કલાક દરમિયાન ખંડવા, ખરગોન, બરવાની, બુરહાનપુર, સાગર, ઝાબુઆ, ઉજ્જૈન, રીવા, સતના અને છતરપુર જિલ્લામાં સમાન હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.

ખંડવા, બુરહાનપુર, ખરગોન, સાગર, રીવા, સતના, છતરપુર, રાયસેન, ભોપાલ અને સિહોર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. બીજી તરફ ધાર, બાલાઘાટ અને રતલામ જિલ્લામાં કેટલીક જગ્યાએ ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

ગોવામાં બિપરજોયનો પ્રભાવ

ચક્રવાતી તોફાનની અસર ગોવામાં પહેલાથી જ દેખાઈ રહી છે. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલમાં પર્યટકોને દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજસ્થાનના આ જિલ્લાઓમાં પલટાશે હવામાન 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના જોધપુર અને ઉદયપુર ડિવિઝનમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, 17 જૂન સુધી જોધપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

શું છે IMDની ચેતવણી?

આઇએમડીએ જણાવ્યું કે બિપરજોય ચક્રવાતી તોફાન તરીકે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરશે. IMDએ કહ્યું હતું કે, આ ચક્રવાતી તોફાન બિપરજોય સંપૂર્ણપણે અલગ છે. પરંતુ આ વર્ષે વિલંબિત ચોમાસા પર તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય. IMDએ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget