BJP Candidate Full List 2021: પશ્ચિમ બંગાળમાં BJP એ 148 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ સંપૂર્ણ યાદી
West Bnegal Election BJP Candidate Full List 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 148 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે મુકુલ રોય, તેમના પુત્ર શુભ્રાંગશુ રોય, રાહુલ સિન્હા અને સાંસદ જગન્નાથ સરકારને ટિકિટ આપી છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 148 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે મુકુલ રોય, તેમના પુત્ર શુભ્રાંગશુ રોય, રાહુલ સિન્હા અને સાંસદ જગન્નાથ સરકારને ટિકિટ આપી છે. પાર્ટીએ એક્ટ્રેસ પારનો મિત્રને પણ ઉમેદવારો બનાવ્યા છે. પૂર્વ કેંદ્રીય મંત્રી મુકુલ રોય કૃષ્ણાનગર ઉત્તરથી અને તેમના પુત્ર બીજપુરથી ઉમેદવાર બનાવ્યા છે. રાહુલ સિન્હા હાબ્રાથી ચૂંટણી લડશે.
ભાજપે સબ્સસાચી દત્તાને ઉત્તર 24 પરગના વિધાન નગરથી, જિતેન્દ્ર તિવારીને પાંડેશ્વરથી, અગ્નિમિત્ર પાલને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે. જિતેંદ્ર તિવારી હાલમાં જ ટીએમસી છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે 148 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ભાજપે અત્યાર સુધીમાં પાંચ સંસદ સભ્યોને ટિકિટ આપી છે. ભાજપની આ પહેલાની યાદીમાં કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, હુગલીથી સાંસદ લોકેટ ચેટર્જી, કૂચ બિહારથી નિસિથ પ્રામાણિક અને રાજ્યસભાના સાંસદ રહેલા સ્વપન દાસગુપ્તાનું નામ હતું.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન થશે. અન્ય રાજ્યોની સાથે 2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી હતી.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો.