શોધખોળ કરો
Advertisement
ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્ર બન્યા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલની નિયુક્તિને લઈને રાષ્ટ્રપતિને આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજ્યપાલની નિયુક્તિને લઈને રાષ્ટ્રપતિને આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. કલરાજ મિશ્રએ આ વખતે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. કલરાજ મિશ્રએ કહ્યું હતું કે હું આ વખતે ચૂંટણી નહી લડીશ મને બીજી કોઈ મોટી જવાબદારી મળી છે એટલે મારો સમય તેમા લાગશે.
ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટા નેતાઓમાં જેમની ગણતી થાય છે તે કલરાજ મિશ્ર લોકસભામાં પ્રથમ વખત પહોંચ્યા હતા. કલરાજ મિશ્રની છબી પ્રભાવી બ્રાહ્મણ નેતાની રહી છે. તેઓ રક્ષા મામલા સાથે જોડાયેલી સ્ટેન્ડિંગ કમિટીના સદસ્ય પણ રહ્યા છે. તેઓ બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલા હતા. કલરાજ મિશ્ર ત્રણ વખત (1978, 2001 અને 2006) રાજ્યસભામાં રહ્યા છે. તેઓ ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી પણ રહ્યા છે.Acharya Devvrat, Governor of Himachal Pradesh is transferred and appointed as Governor of Gujarat. Kalraj Mishra appointed the Governor of Himachal Pradesh. pic.twitter.com/JeGu1C4gO6
— ANI (@ANI) July 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
સ્પોર્ટ્સ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion