શોધખોળ કરો
Advertisement
રામ મંદિર પર પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી શકે છે રાકેશ સિન્હા
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ફરીવાર રાજનીતિના કેન્દ્રમાં છે. સતત તેને લઇને ઉઠતી માંગ વચ્ચે રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા અયોધ્યા મંદિર પર પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી શકે છે. રાકેશ સિન્હાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે જે લોકો બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મજાક ઉડાવી રહ્યા છે કે રામ મંદિરની તારીખ બતાઓ, શું તેઓ તેમના પ્રાઇવેટ બિલનું સમર્થન કરશે.?
તેમણે લખ્યું કે, હવે સમય આવી ગયો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. રાજ્યસભાના સાંસદે લખ્યું કે, સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 377, જલીકટ્ટુ, સબરીમાલા પર નિર્ણય લેવા પર કેટલા દિવસો લીધા? અયોધ્યાનો કેસ તેમની પ્રાથમિકતામાં નથી પરંતુ હિન્દુઓની પ્રાથમિકતામાં તે જરૂર છે.
તેમણે ટ્વિટર મારફતે જ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, લેફ્ટ નેતા સીતારામ ચેચુરી, લાલુ પ્રસાદ યાદવ અને માયાવતીને સીધો સવાલ કર્યો હતો કે, શું તેઓ આ બિલનું સમર્થન કરશે. તે સતત બીજેપી અને સંઘ પર તારીખ નહી જણાવીશું ની વાત કરે છે શું તેઓ હવે જવાબ આપશે? રાકેશ સિન્હાના આ બિલ પર શિવસેનાનું કહેવું છે કે જો આ પ્રકારનું બિલ સંસદમાં રજૂ થાય છે તો તે સમર્થન કરશે. જ્યારે સમાજવાદી પ્રવક્તા જૂહી સિંહનું કહેવું છે કે જો કોઇ સાંસદ પ્રાઇવેટ બિલ લાવી રહ્યા છે તો શું બીજેપી અને આરએસએસનો સંગઠન તરીકે આ મુદ્દો પૂર્ણ થઇ ગયો છે. અમારો મત સ્પષ્ટ છે કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઇશું અને તે માનીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement