શોધખોળ કરો

BJP અધ્યક્ષ જેપી નડ્ડા થયા કોરોના સંક્રમિત, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત થયા છે. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત થયા છે. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. 61 વર્ષીય બીજેપી નેતાએ સોમવારે ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. જેપી નડ્ડા હાલમાં કોરોના વાયરસના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. 

ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરતા લખ્યું, શરૂઆતના લક્ષણો સામે આવ્યા બાદ મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું  સ્વસ્થ અનુભવું છું. ડોક્ટરોની સલાહ પર મેં મારી જાતને આઈસોલેટ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે. 

ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્રીજી લહેરમાં અનેક રાજનેતાઓ, સેલેબ્સ પણ ઝપેટમાં આવી ચુક્યા છે.  આ દરમિયાન આજે ઘણા નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ  કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું  "મારી તબિયત ઠીક છે, હું હોમ ક્વોરેન્ટાઇનમાં છું". 

આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કોરોના સંક્રમિત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે એન્ટિજેન ટેસ્ટમાં સીએમ નેગેટિવ આવ્યા હતા. તે જ સમયે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી છે કે તે કોરોના પોઝિટિવ છે.

આજે બપોરે સમાચાર આવ્યા કે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવનારા લોકોને ટેસ્ટ કરાવવા સૂચના આપી છે. તેમણે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટીવ આવ્યા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હું આજે હળવા લક્ષણો સાથે કોરોના માટે પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છું. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પરીક્ષણ કરાવે.

દેશમાં કોરોનાના કેસ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget