શોધખોળ કરો

Bengal Violence: ચૂંટણી પહેલા બંગાળમાં ફરીથી હિંસા, નદીગ્રામમાં BJP કાર્યકર્તાનું મોત, પાર્ટીએ TMC વિરૂદ્ધ માંડ્યો મોરચો

BJP Protest in Bengal: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આગામી 25 મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે

BJP Protest in Bengal: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આગામી 25 મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના નંદીગ્રામમાં બીજેપી-ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે હિંસાના સમાચાર આવ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે બુધવારે (22 મે) રાત્રે નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો દ્વારા પાર્ટીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ભાજપે ગુરુવારે (23 મે) ના રોજ નંદીગ્રામમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટીએમસીએ હુમલાના આરોપોને નકારી કાઢ્યા છે.

ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, બીજેપીએ કહ્યું કે નંદીગ્રામમાં હિંસામાં ઘાયલ એક કાર્યકરનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના હૉસ્પિટલમાં દાખલ છે. જોકે, ટીએમસીએ હિંસામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે તેઓ એકબીજા સાથે અથડાયા હતા. પશ્ચિમ બંગાળમાં હિંસાને કારણે અનેક તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.

'બંગાળમાં ગૂંજ્યો મુલ્લા, મદરેસા અને માફિયાનો નારો', - મમતા બેનર્જી સરકાર પર અમિત શાહનો પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ના કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરશો, અમે પીઓકે લઈશું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા ગૂંજી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ભાજપના વરિષ્ઠ નેતાએ વિપક્ષ પર ઉગ્ર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા માટે નથી ગયા કારણ કે તેઓ વૉટ બેંકની રાજનીતિથી ડરતા હતા. અમિત શાહે કહ્યું કે મમતા દીદી અને કોંગ્રેસ કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે. મેં પૂછ્યું તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. લોહીની નદીઓ તો બાજુ પર રાખો, 5 વર્ષ થઈ ગયા અને કોઈમાં કાંકરો પણ મારવાની હિંમત નથી.

કાશ્મીરમાં વધી રહ્યું પર્યટન, પીઓકેમાં વધી રહ્યો છે લોટનો ભાવઃ અમિત શાહ 
લોકોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે કલમ 370 હટાવીને પીએમ મોદીએ આખા કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કાશ્મીરમાં હડતાલ થતી હતી. આજે અમારી સરકાર હેઠળ કાશ્મીરમાં હડતાળ નથી. હવે પીઓકેમાં હડતાળ અને પથ્થરમારો થઈ રહ્યો છે. આપણા કાશ્મીરમાં પર્યટન વધી રહ્યું છે અને પીઓકેમાં લોટની કિંમત વધી રહી છે.

પીઓકે લઇને રહીશુંઃ ગૃહમંત્રી અમિત શાહ 
અમિત શાહે કોંગ્રેસ નેતા મણિશંકર અને તેમની પાર્ટી પર તેમના નિવેદન પર નિશાન સાધ્યું કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મણિશંકર ઐયર અને ફારૂક અબ્દુલ્લા કહે છે કે PoK વિશે વાત ના કરો, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. હું કહેવા માંગુ છું કે રાહુલ બાબા, મમતા દીદી, જો તમારે ડરવું હોય તો ડરો, પરંતુ PoK ભારતનું છે અને અમે તેને લઈશું.

'બંગાળમાં ગુંજી રહ્યો છે મુલ્લા, મદરેસા અને માફિયાનો નારો'
પશ્ચિમ બંગાળના સીએમ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા દીદી આપણા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે, પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નાગરિકતા ચોક્કસ આપશે. હું વચન આપું છું કે આ તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે.તેમણે કહ્યું કે દીદીએ માટી, માનુષના નારા લગાવીને સત્તામાં આવી હતી અને આજે બંગાળમાં મુલ્લા, મદરેસા, માફિયાના નારા લગાવવામાં આવે છે. શું ઈમામો અને મુલ્લાઓને બંગાળની તિજોરીમાંથી પગાર આપવો જોઈએ ? જ્યારે હાઇકોર્ટે ઇનકાર કર્યો ત્યારે મમતા દીદીએ બોર્ડ તરફથી રાહત આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget