દિલ્હીમાં ભાજપની સરકારઃ 10 લાખનો વીમો, યુવાનોને રૂ. 15000... સહિત દિલ્હીની જનતાને શું ભેટ મળશે?
દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ, સતેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સૌરવ ભારદ્વાજ સહિત AAPના તમામ મોટા નેતાઓ પોતાની સીટ જીતી શક્યા નથી.

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે શાનદાર વાપસી કરી છે. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી છે. આ ચૂંટણી પહેલા ભાજપે પોતાના ઢંઢેરામાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. ભાજપના વચનો પર વિશ્વાસ વ્યક્ત કરીને જનતાએ જનાદેશ આપ્યો. ચાલો જાણીએ કે ભાજપે દિલ્હીની જનતાને કયા 10 મોટા વચનો આપ્યા હતા.
બીજેપીએ વચન આપ્યું હતું કે દિલ્હીમાં તમામ લોક કલ્યાણની યોજનાઓ જળવાઈ રહેશે. એટલે કે મહિલાઓ માટે વીજળી, પાણી અને બસની મુસાફરી મફત રહેશે.
બીજેપી સરકાર દિલ્હીની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપશે. ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી મળશે. ભાજપે હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર ફ્રી આપવાનું વચન પણ આપ્યું છે.
આ સિવાય 60 થી 70 વર્ષની વયના વૃદ્ધો માટે પેન્શનની રકમ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોને પેન્શન 2,500 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા સુધી મળશે.
બીજેપીએ દિલ્હીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી.
દિલ્હીની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફતમાં મળશે.
બીજેપીએ દિલ્હીમાં ગીગ વર્કર્સ માટે 10 લાખ રૂપિયાના જીવન વીમા અને 5 લાખ રૂપિયાના અકસ્માત વીમાની જાહેરાત કરી છે.
ઓટો ડ્રાઈવર માટે 10 લાખ રૂપિયાનો જીવન વીમો + 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો.
ભાજપે 50000 નોકરીઓનું વચન પણ આપ્યું છે.
આ સિવાય ભાજપે યમુના રિવર ફ્રન્ટ બનાવવાનું વચન આપ્યું છે.
નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સ્કીમ હેઠળ દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓને વાર્ષિક 4,000 રૂપિયા સુધીની મફત મુસાફરી.
બીજેપીએ દિલ્હીમાં આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનું વચન પણ આપ્યું છે.
આ સિવાય ભાજપે 20 લાખ સ્વરોજગારીની તકો ઊભી કરવાનું વચન આપ્યું છે.
દિલ્હી ચૂંટણી પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોનું જીવન સુધારવા માટે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થયું હતું. દિલ્હીમાં 699 ઉમેદવારો મેદાનમાં છે. રાજધાનીમાં આ વખતે આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો છે. આ સિવાય બસપા અને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો....





















