શોધખોળ કરો
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના બદલ બસ માલિકને ફટકાર્યો અધધધ... 6 લાખ 72 હજાર રૂપિયાનો દંડ
અધિકારીએ કહ્યું કે, ફિટનેસ સર્ટિફિકેટનું ચલણ, સામાન્ય ઉલ્લંઘન , પરમિટ કન્ડીશન્સ અને ઈન્શ્યોરન્સ સાથે કુલ 6 લાખ 72 હજાર રૂપિયાનું ચલણ કાપ્યું હતું. આ સાથે બસને જપ્ત કરી લેવામાં આવી છે.
ભુવનેશ્વર: દેશમાં ટ્રાફીકના નવા નીયમો લાગુ થયા બાદ વાહન ચાલકોને મસમોટો દંડ ફટકાર્યો હોવાના સમાચારો આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓડિશામાં એક બસ માલિકને ન્યૂ મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘન કરવા બદલ ગુરુવારે 6 લાખ રૂપિયા 72 હજારનો દંડ ફટકાર્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હોઈ શકે. બસના માલિકને રોડ ટેક્સ નહી ભરવા અને ટ્રાફિકના નિયમોની જોગવાઈ પ્રમાણે કાપવામાં આવ્યો છે.
એક સીનિયર પરિવહન અધિકારીએ જણાવ્યું કે, બસનો માલિક તલત પરવીન ભુવનેશ્વરનો રહેવાસી છે. જેણે 1 માર્ચ 2018 થી સાડા 6 લાખ રૂપિયાનો રોડ ટેક્સ ભર્યો નહોતો.
અધિકારીએ કહ્યું કે, ફિટનેસ સર્ટિફિકેટનું ચલણ, સામાન્ય ઉલ્લંઘન , પરમિટ કન્ડીશન્સ અને ઈન્શ્યોરન્સ સાથે કુલ 6 લાખ 72 હજાર રૂપિયાનું ચલણ કાપ્યું હતું. આ સાથે બસને જપ્ત કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નાગાલેન્ડના એક ટ્રક ડ્રાઈવરને પશ્ચિમી ઓડિશાના સંબલપુરમાં જૂના મોટર વ્હીકલ એક્ટ 2019ના ઉલ્લેઘનના કારણે 6 લાખ 53 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement