શોધખોળ કરો

વિધાનસભા પેટાચૂંટણીઃ UPની હમીરપુરમાં ભાજપ તો કેરલમાં LDFનો વિજય

ઉત્તર પ્રદેશના હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા અને ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની શુક્રવારે મતગણતરી કરાઇ હ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરલની પાલા અને ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની શુક્રવારે મતગણતરી કરાઇ હતી. હમીરપુર બેઠક પર ભાજપના યુવરાજ સિંહને જીત મળી છે. પાલા બેઠક પર લેફ્ટ સત્તાધારી એલડીએફના મણી સી કપ્પને યુડીએફના જોસ ટોમ પુલ્લીક્કુનેલને હરાવ્યા હતા. બાઘરઘાટ બેઠક પરથી ભાજપના મિની મજૂમદારનો વિજય થયો હતો. જ્યારે દંતેવાડામાં કોગ્રેસ ઉમેદવાર દેવતી કર્માએ ભાજપના ઉમેદવારને હાર આપી હતી. જેવતી કર્મા દિવંગત કોગ્રેસ નેતા મહેન્દ્ર કર્માની  પત્ની છે. તેમણે ભાજપના ઉમેદવાર ઓજસ્વી મંડાવીને હાર આપી હતી. તેજસ્વી ભીમા મંડાવીની પત્ની છે. જેમની નક્સલીઓએ એપ્રિલમાં હત્યા કરી દીધી હતી. ત્રિપુરાની બાઘરઘાટ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિની મજૂમદારે સીપીઆઇ (એમ)ના ઉમેદવાર બુલ્ટી બિશ્વાસને 5276 મતથી હરાવ્યા હતા. અહી 79.29 ટકા મતદાન થયુ હતું. એપ્રિલમાં ધારાસભ્ય દિલીપ સરકારના મોત બાદ આ બેઠક ખાલી થઇ હતી. ભાજપે ઉત્તર પ્રદેશની હમીરપુર બેઠક જીતી લીધી છે. આ બેઠક ભાજપના એમએલએ અશોક કુમાર ચંદેલના એક હત્યાકેસમાં  દોષિત ઠેરવ્યા બાદ ખાલી થઇ હતી. ભાજપના ઉમેદવાર યુવરાજ સિંહે સપાના ઉમેદવાર મનોજ પ્રજાપતિને 17771 મતથી હરાવ્યા હતા. નોંધનીય છે કે  હમીરપુર વિધાનસભા બેઠક પ 23 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં 51 ટકા મતદાન થયુ હતું. જ્યારે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં 60.1 ટકા મતદાન થયુ હતું. 23 સપ્ટેમ્બરના રોજ આ ચાર બેઠક પર પેટાચૂંટણી થઇ હતી. સપાના ઉમેદવાર 56397 મત મળ્યા જ્યારે બીએસપી ઉમેદવારને 28749 મત મળ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે યુવરાજ સિંહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget