શોધખોળ કરો

By-Elections Results 2022 : દેશની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, યુપીમાં સપાના ગઢમાં ભાજપનો વિજય

By-Elections Results 2022 : 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીની રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પરથી ભાજપે જીત મેળવી છે.

By-Elections 2022 : દેશમાં યોજાયેલી 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીના રામપુર લોકસભા સીટ પરથી ભાજપે જીત મેળવી છે, જ્યારે આઝમગઢમાં પણ ભાજપને  જીત મળી છે. 

ત્રણ લોકસભા બેઠકોમાંથી યુપીની બે ભાજપે જીતી
રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42,000થી વધુ મતોથી હરાવ્યા હતા. રામપુર બેઠક આઝમખાનના રાજીનામાથી અને આઝમગઢ બેઠક અખિલેશના રાજીનામાથી ખાલી પડી હતી. બંને બેઠકો અગાઉ સપા પાસે હતી. આ બંને બેઠકો ભાજપે છીનવી લીધી છે. 

પંજાબની  સંગરુર બેઠક પર શિરોમણી અકાલી દળ-અમૃતસરના સિમરનજીત સિંહ માન માં 5,822 મતોથી જીત્યા. આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ બીજા અને કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા ક્રમે આવ્યા હતા. અહીં અકાલી દળ અને ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 

સાત વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 3 જીતી 
સાતેય વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠકો માટે 23 જૂને મતદાન થયું હતું. જેમાં AAPએ દિલ્હીની રાજેન્દ્ર નગર સીટ પર જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપને 4માંથી 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આંધ્રપ્રદેશની આત્મકુર સીટ પર YSR કોંગ્રેસે જીત મેળવી છે. ઝારખંડમાં મંદાર સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.

ત્રિપુરામાં 4માંથી 3 બેઠક ભાજપે જીતી 
ત્રિપુરામાં, અગરતલા, બોરદોવલી ટાઉન અને સૂરમાના ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જ્યારે જુબજાગરના સીપીઆઈ (એમ) ધારાસભ્યનું અવસાન થયું હતું. એમ કુલ 4 બેઠક ખાલી પડી હતી. આમાંથી 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. 

સીએમ માણિક સાહાએ બોરદોલી ટાઉનથી કોંગ્રેસના આશિષ કુમાર સાહાને હરાવ્યા હતા. માણિક 6,104 મતોથી જીત્યા.

ભાજપના પૂર્વ ધારાસભ્ય સુદીપ રોય બર્મન કોંગ્રેસની ટિકિટ પર અગરતલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

જુબ્રજાગર બેઠક પરથી ભાજપના મલિના દેબનાથની જીત થઈ છે અને સૂરમા સીટ પરથી બીજેપીના સ્વપ્ન દાસનો વિજય થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા

Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર

Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ

Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાંSurat Hit And Run: ટેમ્પોચાલકે રસ્તા પર ચાલતા વૃદ્ધને ફંગોળ્યા, જુઓ LIVE હીટ એન્ડ રનSurendranagar Murder Case: પ્રેમ પ્રકરણમાં વાડીમાં સુતા બાપ દીકરાની કરાઈ હત્યા, Crime NewsMehsana Food Poising Case:ટોપરાપાક ખાધા બાદ 30થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Donald Trump: અમેરિકામાં બીજી જીત સાથે ટ્રમ્પે તોડ઼્યો 131 વર્ષ જૂનો રેકોર્ડ, બંન્ને ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને હરાવ્યા
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,  સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
Gujarat: સુરતમાં સ્પા સેન્ટરમાં લાગી આગ, ગૂંગળામણના કારણે બે યુવતીઓના મોત
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડ રૂપિયાની કમાણી
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ટેસ્લાએ બનાવ્યો રેકોર્ડ, એલન મસ્કે ઝટકામાં કરી 20 હજાર કરોડની કમાણી
Best Geyser under 5000: ઠંડીથી બચવા માટે તરત જ ખરીદો આ સસ્તા ગીઝર, બાદમાં વધી શકે છે કિંમત

ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?

Maharashtra Elections: મહિલાઓને મહિને 3 હજાર રુપિયા, ખેડૂતોને લોન માફી... મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં આપ્યા 5 મોટા વચનો

Embed widget