શોધખોળ કરો

By-Elections: છ રાજ્યોની સાત વિધાનસભાની બેઠકો પર આજે પેટાચૂંટણી, છ નવેમ્બરે યોજાશે મતગણતરી

છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે

છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને પ્રાદેશિક પક્ષો વચ્ચે મુકાબલો છે. હરિયાણાનો આદમપુર વિધાનસભા મતવિસ્તાર પાંચ દાયકાથી ભજનલાલ પરિવારનો ગઢ રહ્યો છે અને તે તેને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

નીતીશ કુમારના નેતૃત્વમાં 'મહાગઠબંધન' સરકારની રચના પછી બિહારમાં આ પ્રથમ ચૂંટણી પરીક્ષા છે. જેડીયુએ ભાજપ છોડ્યાના ત્રણ મહિનાથી ઓછા સમયમાં બિહારમાં પ્રથમ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપ ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકર્ણનાથ બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) શાસિત ઓડિશામાં વર્તમાન ધારાસભ્યના મૃત્યુથી ખાલી થયેલી ધામનગર બેઠક પર સહાનુભૂતિનો લાભ લેવા દિવંગત ધારાસભ્યના પુત્રને મેદાનમાં ઉતાર્યો છે.

તેલંગણાની મુનુગોડા સીટ પર ભાજપ અને સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ આક્રમક પ્રચાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાથી આ બેઠક ખાલી થઈ હતી અને હવે તેઓ ફરીથી ભાજપની ટિકિટ પર મેદાનમાં છે.

હરિયાણાની આદમપુર સીટ પર પેટાચૂંટણી

ભજન લાલના નાના પુત્ર કુલદીપ બિશ્નોઈના રાજીનામાને કારણે હરિયાણાની આદમપુર બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે.  કુલદીપે આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. બિશ્નોઈના પુત્ર ભવ્ય આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આદમપુર સીટ 1968 થી ભજનલાલ પરિવાર પાસે છે અને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી નવ વખત, તેમના પત્ની જસમા દેવી એક વખત અને કુલદીપ બિશ્નોઈ ચાર વખત તેનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કોંગ્રેસ, ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

બિહારની બે સીટો પર પેટાચૂંટણી

બિહાર વિધાનસભાની બે બેઠકો- મોકામા અને ગોપાલગંજની પેટાચૂંટણી માટે ગુરુવારે મતદાન થશે. બંને બેઠકો પર સત્તારૂઢ મહાગઠબંધનમાં રહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને વિપક્ષ ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. મોકામા સીટ પર પહેલા આરજેડી અને ગોપાલગંજ પર ભાજપનો કબજો હતો.

બીજેપી પહેલીવાર મોકામા સીટ પરથી ચૂંટણી લડી રહી છે, અગાઉની ચૂંટણીમાં તેણે આ સીટ તેના સાથી પક્ષો માટે છોડી દીધી હતી. ભાજપ અને આરજેડી બંનેએ આ સીટ માટે બાહુબલીની પત્નીને નોમિનેટ કરી છે. મોકામામાં ભાજપે અનંત સિંહનો વિરોધ કરી રહેલા સ્થાનિક બાહુબલી લલન સિંહની પત્ની સોનમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. આરજેડીએ આ સીટ પરથી અનંત સિંહની પત્ની નીલમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. આરજેડી ધારાસભ્ય અનંત કુમાર સિંહને ગેરલાયક ઠેરવવાને કારણે મોકામામાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

સ્થાનિક બાહુબલી અને અનંત સિંહના વિરોધી લાલન સિંહની પત્ની સોનમ સિંહ પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. લલન સિંહને ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા સૂરજ ભાન સિંહની નજીક માનવામાં આવે છે, જેમણે 2000ની વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન રાબડી દેવી સરકારમાં મંત્રી રહેલા અનંત સિંહના મોટા ભાઈ દિલીપ સિંહને હરાવ્યા હતા.

ગોપાલગંજ બેઠક પર પેટાચૂંટણી

ગોપાલગંજ બેઠક પર પેટાચૂંટણી ચાર વખત ભાજપના ધારાસભ્ય સુભાષ સિંહના નિધનને કારણે થઈ રહી છે. પાર્ટીએ આ સીટ પરથી સુભાષ સિંહની પત્ની કુસુમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. ગોપાલગંજ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને તેમની પત્ની રાબડી દેવીનો મૂળ જિલ્લો છે. આરજેડીએ ભાજપના જ્ઞાતિ સમીકરણોને નાથવા માટે મોહન પ્રકાશ ગુપ્તાને ટિકિટ આપી છે. બહુજન સમાજ પાર્ટી (BSP) એ લાલુ પ્રસાદ યાદવના સાળા સાધુ યાદવની પત્ની ઈન્દિરા યાદવને ઉમેદવાર બનાવ્યા છે.

મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ બેઠકની પેટાચૂંટણી

મહારાષ્ટ્રમાં ગુરુવારે મુંબઈના અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે જ્યારે ગયા મહિને ભાજપના ઉમેદવાર મેદાનમાંથી ખસી ગયા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ઉમેદવાર રૂતુજા લટ્ટે હવે આરામદાયક જીત નોંધાવે તેવી અપેક્ષા છે. તેમની સામે છ ઉમેદવારો છે જેમાંથી ચાર અપક્ષ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસે લટ્ટેની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આ વર્ષે મે મહિનામાં, રૂતુજાના પતિ અને શિવસેનાના ધારાસભ્ય રમેશના મૃત્યુને કારણે અંધેરી (પૂર્વ) બેઠકની પેટાચૂંટણી યોજાઇ રહી છે.

એકનાથ શિંદે અને અન્ય 39 ધારાસભ્યોના બળવાને કારણે શિવસેનાના બે છાવણીમાં વિભાજન અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારના પતન પછી આ પ્રથમ ચૂંટણી છે. છ રાજ્યોમાં જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠકો મળી હતી. બીજેડી, શિવસેના અને આરજેડી પાસે એક-એક સીટ હતી. આ બેઠકોના પરિણામોને કારણે વિધાનસભાની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. પેટાચૂંટણીની મતગણતરી 6 નવેમ્બરે થશે.

ધામનગર પેટાચૂંટણી

BJDએ ધામનગરથી પાંચ ઉમેદવારોમાં એકમાત્ર મહિલા અબંતી દાસને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના ધારાસભ્ય ચરણ સેઠીના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઇ રહી છે. ભાજપે આ બેઠક પરથી સેઠીના પુત્ર સૂર્યવંશી સૂરજને મેદાનમાં ઉતાર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget