Bye election 2024: વિધાનસભાની પેટાચૂંટણી માટે એક્ટિવ થઇ BJP, હિમાચલ, ઉત્તરાખંડ અને MP માટે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ
Bye election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ત્રણ રાજ્યોમાં આગામી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
Bye Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ત્રણ રાજ્યોમાં આગામી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે હિમાચલ પ્રદેશના દેહરાથી હોશિયાર સિંહ ચમ્બયાલ, હમીરપુરથી આશિષ શર્મા અને નાલગઢથી કૃષ્ણલાલ ઠાકુરના નામની જાહેરાત કરી છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने मध्य प्रदेश की अमरवाड़ा विधानसभा के उपचुनाव हेतु श्री कमलेश शाह को प्रत्याशी घोषित किया। pic.twitter.com/W7v0IW5iS1
— BJP Madhya Pradesh (@BJP4MP) June 13, 2024
મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પરથી ભાજપે કમલેશ શાહને ટિકિટ આપી છે. જ્યારે રાજેન્દ્ર સિંહ ભંડારીને ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ માટે અને કરતાર સિંહ ભડાનાને મેંગલૌર સીટ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે (ECI) બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.
જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
જે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં પશ્ચિમ બંગાળની ચાર બેઠકો, હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો અને ઉત્તરાખંડની બે બેઠકોનો સમાવેશ થાય છે. જે 13 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં રૂપૌલી (બિહાર), રાયગંજ (પશ્ચિમ બંગાળ), રાનાઘાટ દક્ષિણ (પશ્ચિમ બંગાળ), બાગદા (પશ્ચિમ બંગાળ), માનિકતલા (પશ્ચિમ બંગાળ), વિક્રવંડી (તમિલનાડુ), અમરવાડા (મધ્ય પ્રદેશ) બદ્રીનાથ (ઉત્તરાખંડ) મંગલૌર (ઉત્તરાખંડ) જાલંધર પશ્વિમ (પંજાબ) દેહરા (હિમાચલ પ્રદેશ) હમીરપુર (હિમાચલ પ્રદેશ) અને નાલાગઢ (હિમાચલ પ્રદેશ) નો સમાવેશ થાય છે.
પેટાચૂંટણીનું સમયપત્રક
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં 13 વિધાનસભા ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી હતી જ્યાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ મતવિસ્તારોમાં ચૂંટણી માટે જાહેરનામું 14 જૂને જાહેર કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જૂન છે. બેલેટ પેપરની ચકાસણી 24 જૂને થશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે. વધુમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તમામ મતવિસ્તારોમાં 10 જુલાઈએ મતદાન થશે અને મતગણતરી 13 જુલાઈએ થશે.