Bypolls Result 2024: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની બમ્પર જીત, જાણો બીજેપી-કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ
Assembly Bypolls Result 2024: લોકસભા ચૂંટણી પછી, બુધવારે (10 જુલાઈ) ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.
Assembly Bypolls Result 2024: લોકસભા ચૂંટણી પછી, બુધવારે (10 જુલાઈ) ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાનાઘાટ દક્ષિણ, બાગદા અને માનિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદી અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.
Jalandhar West में चल गई झाड़ू🧹✌️
— AAP (@AamAadmiParty) July 13, 2024
Jalandhar West की जनता ने AAP के उम्मीदवार @mohinderbhagat_ को भारी मतों से विजयी बना कर मुख्यमंत्री @BhagwantMann जी के विकास कार्यों पर मोहर लगा दी है।
जालंधर वेस्ट की जनता को दिल से शुक्रिया और AAP के सभी नेताओं व कर्मठ कार्यकर्ताओं को… pic.twitter.com/xNFzNiWFNE
જલંધર પશ્ચિમ બેઠક પર AAPની શાનદાર જીત
જલંધર પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. AAPના મોહિન્દર ભગતે કોંગ્રેસના સુરિન્દર કૌરને 37000થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. આ સીટના પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા હતા. અંગુરલ ત્રીજા ક્રમે રહ્યા.
પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગત 37 હજાર મતોના અંતરથી જીત્યા છે. બીજેપીના શીતલ ઉંગુરાલ બીજા ક્રમે હતા, જેમને 17921 વોટ મળ્યા હતા. મોહિન્દરને 55246 વોટ મળ્યા છે.
- જલંધર પશ્ચિમ બેઠકનું પરિણામ - રાઉન્ડ -13/13
- મોહિન્દર ભગત AAP- 55246
- શીતલ અંગુરાલ ભાજપ- 17921
- સુરિન્દર કૌર કોંગ્રેસ- 16757
- વિજયનું અંતર- 37325
- પોસ્ટલ બેલેટ સહિત અંતિમ પરિણામ
આ દરમિયાન AAP સાંસદ સંજય સિંહે શીતલ અંગુરાલ અને સુશીલ કુમાર રિંકુ પર તેમનો ફોટો શેર કરીને નિશાન સાધ્યું છે. એક્સ-પોસ્ટમાં પૂર્વ AAP સાંસદ સુશીલ રિંકુ અને પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલનો ફોટો શેર કરતા તેમણે લખ્યું છે કે બધા જાણે છે, આજે તેમની શું હાલત છે? આ બંને ભાઈઓ પાસેથી આપણે શું પાઠ શીખીએ છીએ, જેણે AAPને દગો આપ્યો, તેનું રાજકારણ ખતમ થઈ ગયું.
AAPમાંથી ભાજપમાં ગયેલાનું શું થયું તે યાદ રાખો. એક રિંકુ છે, જે AAP સાંસદ હતા. બીજા શીતલ છે, જે AAP ધારાસભ્ય હતા. બંનેએ ભાજપમાં જોડાઈને પાર્ટી અને તેના નેતાઓને ગાળો આપી હતી.
इन दोनों बंधुओं से हमें क्या शिक्षा मिलती है जिसने AAP को धोखा दिया उसकी राजनीति ख़त्म हो गई।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) July 13, 2024
याद करो जो AAP से BJP में गया उसका क्या हाल हुआ।
एक हैं रिंकु AAP के सांसद थे।
दूसरे हैं शीतल AAP के विधायक थे।
दोनो ने BJP Join की पार्टी और नेताओं को गालियाँ दी दोनों चुनाव हार गये। pic.twitter.com/Vjr0fXTWvg