કાફેમાં જતાં પહેલા સાવધાન, આ ફેમસ Cafeના વોશરૂમમાં હતા છુપા કેમેરા, મહિલાઓ કર્યો હોબાળો
આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે. ઘટના સમયે કોફી શોપમાં હાજર એક ગ્રાહકે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે, મોબાઈલના વીડિયો રેકોર્ડિંગ ફંક્શનને ચાલુ કર્યા બાદ ફોન ટોયલેટના ડસ્ટબિનમાં છુપાયેલો હતો.
Coffee Case: આરોપી છેલ્લા છ મહિનાથી થર્ડ વેવ કોફીના બીઈએલ રોડ આઉટલેટમાં કામ કરતો હતો. આ વાતની જાણ થતાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મહિલાના વોશરૂમમાં શું ચાલી રહ્યું હતું તેના વીડિયો રેકોર્ડિંગનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘટના સમયે કોફી શોપમાં મહિલા ગ્રાહક હાજર હતી. મહિલાએ આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
બેંગલુરુ પોલીસે બેંગલુરુના BEL રોડ પર સ્થિત 'થર્ડ વેવ કોફી'ના એક કર્મચારીની મહિલા ટોયલેટના ડસ્ટબિનમાં મોબાઈલ ફોન છુપાવીને ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરી છે. આ ઘટના શનિવારે બની હતી. આરોપી કર્મચારીએ લગભગ બે કલાક સુધી મહિલાના વોશરૂમને પોતાના ફોનથી રેકોર્ડ કર્યો. ઘટના સમયે કોફી શોપમાં હાજર એક મહિલા ગ્રાહકે આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
શું છે સમગ્ર ઘટના
આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે. ઘટના સમયે કોફી શોપમાં હાજર એક ગ્રાહકે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું કે, મોબાઈલના વીડિયો રેકોર્ડિંગ ફંક્શનને ચાલુ કર્યા બાદ ફોન ટોયલેટના ડસ્ટબિનમાં છુપાયેલો હતો. ફોન ફ્લાઈટ મોડ પર હતો જેથી કોઈ અવાજ ન આવે, અને તેને કાળજીપૂર્વક ડસ્ટબીન બેગમાં છિદ્ર કાપીને છુપાવવામાં આવ્યો હતો જેથી માત્ર કેમેરા જ દેખાઈ શકે. મહિલાએ આ કડવો અનુભવ શેર કરતાં કહ્યું કે,”હવે હું ક્યાંય પણ વોશરૂમનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીશ. હું તમને લોકોને પણ અપીલ કરું છું કે બહાર જતી વખતે સાવચેત રહો”
કોફી શોપના સંચાલકે કરી આ સ્પષ્ટતા
હવે આ ઘટના પર કોફી શોપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોફી શોપના મેનેજમેન્ટે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'અમારા ગ્રાહકોની સલામતી અને સુખાકારી હંમેશા અમારી પ્રાથમિકતા છે. "કોફી શોપમાં કડક નીતિ છે અને શંકાસ્પદ વ્યક્તિને તરત જ BEL રોડ સ્ટોર પરની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે."