હવે દુનિયાના આ સમૃધ્ધ દેશે ભારતથી આવતી ફ્લાઈટ્સ પર મૂકી દીધો પ્રતિબંધ, ભારતીયો માટે દરવાજા બંધ
ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં કેનેડાની ફેડરલ સરકારે ભારતીયની કેનેડામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાની ફેડરલ સરકારે પ્રાઇવેટ તેમજ કોમોર્શિયલ ફ્લાઇટ પર પ્રતિંબધ મૂક્યો છે. 30 દિવસ સુધી પાકિસ્તાન અન ભારતથી કેનેડા જતી ફ્લાઇટ બંધ કરી દેવાઇ છે.
ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ સ્થિતિમાં કેનેડાની ફેડરલ સરકારે ભારતીયની કેનેડામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાની ફેડરલ સરકારે પ્રાઇવેટ તેમજ કોમોર્શિયલ ફ્લાઇટ પર પ્રતિંબધ મૂક્યો છે. 30 દિવસ સુધી પાકિસ્તાન અન ભારતથી કેનેડા જતી ફ્લાઇટ બંધ કરી દેવાઇ છે.
એક વર્ચ્યૂઅલ કોન્ફરસમાં ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ભારતથી આવતા પેસેન્જર્સમાંથી મોટાભાગના પેસેન્જર્સના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે, દેશમા આ પ્રવાસીના કારણે વધું સંક્રમણ ન ફેલાઇ માટે 30 દિવસ સુધી હંગામી ધોરણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે ટ્રાન્સપોર્ટ મંત્રીએ એરમેન અથવા NOTAMને આ બંને દેશોમાંથી ડાઇરેક્ટ પેસેન્જર એર ટ્રાફિક રોકવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.
ભારત અને પાકિસ્તાનથી આવતા પેસેન્જરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સંક્રમિત જોવા મળતાં આ નિર્ણય કર્યો છે. કોરોનાના કેસન સંખ્યા વધતા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. સતત વધતાં કેસના પગલે આ ફ્લાઇટ સિવાય ઇન્ડારેક્ટ પણ કેનેડા આવતા ભારતીય પાકિસ્તાનીઓએ 24 કલાકની અંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બતાવવો પડશે. તેમજ તમામ કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમાં તેમણે અન્ય પણ કોવિડના ટેસ્ટ કરાવવા પડશે. આ માટે તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુઘી હોટેલમાં રોકાવું પડશે. અલધાબરાએ જણાવ્યું કે, જો સ્થિતિ આજ રહેશે અને સતત કોરોનાના કેસ વધતાં જશે તો અન્ય દેશોના નાગરિકોની એન્ટ્રીને બંધ કરવા માટે પણ અન્ય ઇન્ટરનેશનલ ફ્લાઇટસ પણ બંધ કરાશે.
આ મુદ્દે કેનેડાના આરોગ્યમંત્રી પેટ્ટી હાજડ્ડુએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ કડક નિયમોના કારણે કોરાના મહામારીને કાબૂમાં લેવામાં મદદ મળશે અને સાચા ડેટા મેળવી શકાશે. તેમણે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનથી આવતા નાગરિકો પ્રત્યે અમને સંવેદના છે પરંતુ મહામારીમાં પ્રોટોકોલનું પાલન કરવું જ સૌના હિતમાં છે. અલઘાબરાએ કહ્યું હતું કે કોરોનાના કેસોની જે રીતે સંખ્યા વધી રહી છે એ જોતાં જરૂર પડ્યે કેનેડાની સરકાર અન્ય દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.