CBI Raids: શાહરૂખના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડે પર ત્રાટકી CBI
સીબીઆઈએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ક્રૂઝ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અમે સમીર વાનખેડેના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે.

CBI Raids: સીબીઆઈએ એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડે વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ક્રૂઝ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અમે સમીર વાનખેડેના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ દેશના 19 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.
સીબીઆઈએ કહ્યું હતું કે, દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સીબીઆઈના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, વાનખેડે વિરુદ્ધ કોર્ડેલિયા જહાજના માલિકો પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
આર્યન ખાનને કેમ મળી ક્લીનચીટ?
જ્યારે ક્રૂઝ પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનનો ચીફ હતા. 2 ઓક્ટોબર, 2021 ના રોજ, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને પીઢ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર મુનમુન ધામેચાની ડ્રગ્સ લેવાના આરોપમાં ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્યાર બાદ આર્યન ખાન લગભગ ચાર અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યો. તેની ધરપકડ પર અનેક સવાલો ઉભા થયા હતાં. સાક્ષીએ પોતે પણ ગેરરીતિના આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ NCBએ મે 2022માં કહ્યું હતું કે, ખાન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, તેથી તેને ક્લીનચીટ આપવામાં આવી રહી છે.
Mumbai Cruise Drugs Case: સમીર વાનખેડે સામે ખરાબ તપાસને લઈ સરકાર લેશે કડક પગલા
મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાન (Aryan Khan) ને ક્લિન ચીટ મળી ગઈ છે. જ્યારે કેંદ્ર સરકારે આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) ની સામે કડક પગલા લેવાનું કહ્યું છે. સૂત્રો મુજબ સરકારે સક્ષમ અધિકારી પાસેથી સમીર વાનખેડે સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું છે. એનસીબી (NCB) ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે આર્યન ખાન પાસેથી ડ્ર્ગ્સ મળી આવવા મામલે તેમની ખરાબ તપાસને લઈ કડક પગલા લેવાની વાત કરવામાં આવી છે.
સમીર વાનખેડેના ફરજી જાતિ પ્રમાણપત્રના મામલે સરકારે પહેલેથી જ તેમની સામે કાર્યવાહી કરી રહી છે. NCBએ બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) ના દિકરા આર્યન ખાન (Aryan Khan) ને ક્રૂઝ પર ડ્રગ્સ મળવાના મામલે શુક્રવારે ક્લિન ચીટ આપી છે. આ કેસમાં 14 લોકો સામે આરોપ પત્ર દાખલ કર્યું છે, આર્યન સહિત 6 લોકોને પૂરાવા ન હોવાના કારણે છોડી દેવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
