શોધખોળ કરો
J&K: પાકિસ્તાને સરહદ પર કર્યો યુદ્ધ વિરામનો ભંગ, ફાયરિંગ ચાલુ

અખનૂર: જમ્મુ-કશ્મીરના અખનીર સેક્ટરના પલ્લાંવાલા વિસ્તારમાં પાકિસ્તાન સેના તરફથી યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે ચાર વાગ્યા આસપાસથી થતુ ફાયરિંગ હજી ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સરહદના ઉરી વિસ્તારમાં પાકિસ્તાનથી આતંકવાદીઓએ ઘૂસીને હુમલો કર્યો હતો. જેમાં સેનાના 19 જવાનો શહીદ થયા હતા. જેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓની ચોકીઓ પર હુમલો કર્યો હતો.
વધુ વાંચો





















