Chandrayaan 3: ચંદ્રયાન-3એ કર્યું સોફ્ટ લેન્ડિંગ, ભારતની ઐતિહાસિક સિદ્ધિ પર ચીને શું કહ્યુ?
Chandrayaan 3 Landing: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ સોફ્ટ-લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો છે
China On Chandrayaan 3 Landing: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ સોફ્ટ-લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો છે. ચીને આ સિદ્ધિ બદલ ભારતને અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બદલ અભિનંદન.
Congratulations to the successful moon landing of #Chandrayaan3. https://t.co/i2fg1CXYJI
— Embassy of The People's Republic of China in India (@China_Amb_India) August 23, 2023
વાસ્તવમાં ભારતની આ સિદ્ધિ પછી વિશ્વના ઘણા દેશો ISROને અભિનંદન પાઠવી રહ્યા છે. આમાંથી એક ચીન પણ છે. ચીને ટ્વીટ કર્યું, "ચંદ્રયાન 3 ના ચંદ્ર પર સફળ ઉતરાણ બદલ અભિનંદન."
આ દેશો મૂન મિશન કરી ચૂક્યા છે
નોંધનીય છે કે અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું મિશન મોકલી ચૂક્યા છે. જોકે ભારતનું મિશન સંપૂર્ણપણે અલગ અને ઐતિહાસિક છે કે ભારતે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું છે.
વ્લાદિમીર પુતિને ભારતને અભિનંદન પાઠવ્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશ મોકલીને સફળ ઉતરાણ બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, "ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક છે. આ એક મોટું પગલું છે અને ચોક્કસપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી પ્રગતિનું પ્રમાણ છે. નવી સિદ્ધિઓ માટે ISROના નેતૃત્વ અને સ્ટાફને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ."
નાસાએ પણ પ્રશંસા કરી
NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું હતું કે "ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ માટે ISROને અભિનંદન અને ચંદ્ર પર અવકાશયાનને સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કરનાર ચોથો દેશ બનવા બદલ ભારતને અભિનંદન. આ મિશનમાં તમારા ભાગીદાર બનીને ખુશ છું."
Congratulations @isro on your successful Chandrayaan-3 lunar South Pole landing! And congratulations to #India on being the 4th country to successfully soft-land a spacecraft on the Moon. We’re glad to be your partner on this mission! https://t.co/UJArS7gsTv
— Bill Nelson (@SenBillNelson) August 23, 2023