શોધખોળ કરો

ભારતના આ રાજ્યમાં 450 રૂપિયામાં મળે છે સિલિન્ડર, જાણો નિયમો અને શરતો શું છે

દેશના બે રાજ્યોમાં આ સમયે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેનું વચન ભાજપ સરકારે પોતાના ઘોષણાપત્રમાં આપ્યું હતું. આવો આપને જણાવીએ, ક્યાં મળી રહ્યું છે સસ્તું સિલિન્ડર.

Gas cylinder in 450 rupees: ગેસ સિલિન્ડરનો ઉપયોગ દુનિયાના લગભગ દરેક શહેર અને દરેક ગામમાં થાય છે. આથી તે દુનિયાના દરેક વર્ગ માટે પછી તે અમીર હોય કે ગરીબ, બધા માટે ખૂબ જ જરૂરી છે. એક સમય હતો જ્યારે લોકોએ ઘરમાં ખાવાનું બનાવવા માટે માટીના ચૂલા વાપરવા પડતા હતા. તેમાં લાકડું સળગાવીને ખાવાનું બનાવવું પડતું હતું. અમીર ગરીબ બધા માટે આ રીતો હતો. પરંતુ હવે સમયની સાથે માટીના ચૂલાની જગ્યા ગેસ ચૂલાએ લીધી છે. દેશમાં આ સમયે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત લગભગ 1100 રૂપિયા છે. પરંતુ દેશના બે રાજ્ય એવા છે જેમાં માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યું છે.

આ રાજ્યોમાં સૌથી સસ્તું ગેસ સિલિન્ડર

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર છે. પોતાના ઘોષણાપત્રમાં કરેલા વચન મુજબ સરકાર રાજ્યના ગરીબ વર્ગને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે. સામાન્ય લોકો માટે ગેસ સિલિન્ડરની જે કિંમતો નક્કી કરવામાં આવી છે તેના મુકાબલે આ કિંમત લગભગ અડધી છે. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પહેલેથી જ 603 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યના લોકોને ખુશખબરી આપતા 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. હવે સરકાર 603 રૂપિયાના ગેસ સિલિન્ડર પર પણ 150 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. જેના પછી સામાન્ય જનતાને પણ 450 રૂપિયામાં સિલિન્ડર મળી શકશે.

મધ્ય પ્રદેશમાં પણ 450 રૂપિયામાં મળી રહ્યું છે ગેસ સિલિન્ડર

દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં લાડલી બહેન યોજનાનો શુભારંભ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને કર્યો હતો. જેમાં રાજ્યની મહિલાઓને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. હવે રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આવી સ્થિતિમાં હવે દેશના બંને રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સામાન્ય લોકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યું છે.

હવે મધ્ય પ્રદેશમાં લાડલી બહેન યોજના હેઠળ સીધો લાભ લેનારી લાભાર્થી મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. જ્યારે સામાન્ય માણસ માટે નોર્મલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તે 808.50 રૂપિયામાં આપવામાં આવે છે. જ્યારે હવે લાડલી બહેના યોજનાનું સિલિન્ડર આનાથી ઘણી ઓછી કિંમતમાં મળી રહ્યું છે. તુલના કરવામાં આવે તો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સૌથી સસ્તા સિલિન્ડર મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget