શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચીને ભારત સાથેમી સરહદે પરમાણું બોમ્બર અને ક્રુઝ મિસાઈલ ગોઠવ્યાં, જાણો ભારત માટે શું છે ખતરાની ઘંટી ?
ચીને ભૂટાનને અડીને આવેલ ડોકલામની પાસે જ્યાં પૂર્વ ભાગમાં તરણાવનો નવો મોર્ચો ખોલ્યો છે તે સ્થળ એટલે કે ગોલમુદ એરબેસ ભારતની સરહદથી માત્ર 1150 કિલોમીટર દૂર છે.
નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં એલએસી પર તણાવને ઘટાડવા સૈન્ય અને રાજકીય સ્તરે મંત્રણા ચાલી રહી છે, પણ ચીન પીઠ પાછળ કાવતરાં કરવાનું બંધ કરી રહ્યું નથી. કહેવાય છે કે, ડોકલામની પાસે ચીને પોતાના પરમાણું બોમ્બર ગોઠવ્યા છે અને સાથે જ ક્રુઝ મિસાઈલ પણ ગોઠવી છે.
ચીન એક બાજુ શાંતિ વાર્તા કરી રહ્યું છે અને બીજી બાજુ ભારત પર દબાણ લાવવા માગે છે અને તેના માટે તે પોતાની સૈન્ય શક્તિ ભારતની સરહદ પર સતત વધારી રહી છે. લદ્દાખ બાદ હવે ડોકલામ વિસ્તારમાં ચીને પોતાની સેનાની હાજરી વધારી દીધી છે. ડોકલામમાં તેણે પોતાના પરમાણુ બોમ્બર H-6 ગોઠવ્યા છે અને સાથે જ ક્રુઝ મિસાઇલો પણ ગોઠવી છે. ચીન આ વિનાશકારી હથિયારોની તહેનાતી તેના ગોલમુડ એરબેઝ પર કરી રહ્યું છે.
ચીને ભૂટાનને અડીને આવેલ ડોકલામની પાસે જ્યાં પૂર્વ ભાગમાં તરણાવનો નવો મોર્ચો ખોલ્યો છે તે સ્થળ એટલે કે ગોલમુદ એરબેસ ભારતની સરહદથી માત્ર 1150 કિલોમીટર દૂર છે. તેની ઠીક પહેલા અક્સાઇ ચીનમાં ઘાતક બોમ્બર્સની હાજરી ચીન દ્વારા કરવામાં આવી હતી જે કાશગર એરબેસ પર થઈ હતી. સેટેલાઈટ તસવીર જણાવે છે કે, આ બોમ્બરની સાથે કેડી-63 લેંડ અટેક ક્રુઝ મિસાઈસલ પણ ચીને ગોઠવી છે.
નોંધનીય છે કે, 2017માં ડોકલામમાં જ ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો અને પછી 73 દિવસની ખેંચતાણ બાદ ચીનના સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. સૂત્રો મુજબ ચીન સિંચ લાથી આશરે 1 કિમી સાઉથ ઈસ્ટની જેમ એક બહુમાળી ઈમારત પણ બનાવી રહ્યું છે. ઈન્ટેલિજન્સના અહેવાલ મુજબ એવી પણ માહિતી મળી છે કે ચીન સિંચ લાથી પશ્ચિમ માર્ગે એક પગપાળા ચાલવાના રસ્તાને પણ અપગ્રેડ કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion