શોધખોળ કરો
Advertisement
ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન- ચીન LACની સ્થિતિ બદલવાની કોશિશમાં હતુ, હિંસક અથડામણમાં બંને દેશોને થયું નુકસાન
ભારતના વિદેશ મંત્રાલયે ચીન સાથે થયેલી હિંસક અથડામણ પર પ્રથમ નિવેદન જાહેર કર્યું છે.
નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે ચીન સાથે થયેલી હિંસક અથડામણ પર પ્રથમ નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામં આવ્યું છે કે ચીન એલએસી( લાઈન ઓફ એક્ચૂયલ કંટ્રોલ)ની સ્થિતિ બદલવા માંગતું હતું અને 15 જૂનની મોડી સાંજે અને રાત્રે ચીન તરફથી યથાસ્થિતિ બદલવાના પ્રયાસના પરિણામ રૂપે એક હિંસક અથડામણ થઈ. આ હિંસક અથડામણમાં બંને પક્ષોના સૈનિકોને જાનહાની થઈ આ સ્થિતિથી બચી શકાયું હોત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ઉચ્ચ સ્તર પર જે કરાર થયા હતા તેને ચીની પક્ષ તરફથી તોડવામાં આવ્યા છે.
આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ એસએસ દેસવાલ સાથે ગૃહ મંત્રાલયમાં મુખ્ય બેઠક થઈ અને આ બેઠકમાં ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચા થઈ હતી. આઈટીબીપી ભારતીય સેના સાથે મળી ભારત-ચીન સરહદની રક્ષા કરે છે.
ગલવાન ઘાટીમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન કાલે રાત્રે બંને પક્ષોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. ચીનના હુમલામાં ભારતના ત્રણ સૈનિક શહીદ થયા હતા. શહીદોમાં એક અધિકારી અને બે સૈનિકા સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement