શોધખોળ કરો
ભારતે ચીનના 3 પત્રકારોને વિઝા રદ્દ કર્યા
બીઝિંગ: ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના ત્રણ પત્રકારોને ભારત સરકારે વીઝા આપ્યા નથી, જેના કારણે તેમને સ્વદેશ પાછું ફરવું પડયું હતું. જો કે, પત્રકારોના વીઝા ન આપવા પાછળ સરકારે પોતાનો તર્ક આપ્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ખાનગી એન્જસીઓના એલર્ટ પછી સરકારે આ કદમ ઉઠાવ્યું છે. ચીનના ત્રણ પત્રકારોને 31 જુલાઈ સુધી દેશ છોડવા માટે કહ્યું છે. તેમાં નવી દિલ્હી અને મુંબઈ બ્યૂરો ક્રમશ વૃ કિયાંગ અને લૂ તાંગ અને મુંબઈ બ્યૂરોમાં સંવાદદાતા શી યોંગાંગનો સમાવેશ થાય છે. ભારતના આ કદમથી ચીન સાથેના સંબંધોમાં તણાવ આવવાનો ખતરો છે. આ નિર્ણય વિશે સત્તાવાર રીતે કોઈ કારણ બતાવવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોએ કહ્યું છે કે, આ ત્રણે પત્રકારો ઉપર ખાનગી એન્જસીઓની નજર હતી. આ પત્રકારોના સ્થાન પર શિન્હુઆ અન્ય પત્રકારોને મોકલી શકે છે. સૂત્રોના અનુસાર ભારતને બીજા પત્રકારો મોકલવા પર કોઈ આપત્તિ નહી થાય.
વધુ વાંચો





















