(Source: ECI/ABP News/ABP Majha)
CISF Raising Day 2022: અમિત શાહે કહ્યું, કોવિડ સમયગાળા દરમિયાન CISFએ સારું કામ કર્યું, હવે 'ઓપરેશન ગંગા'માં પણ દમ દેખાડી રહ્યાં છે
CISF Raising Day 2022: અમિત શાહે કહ્યું કે જ્યારે કોરોના રોગચાળા દરમિયાન ભારતીયો વિદેશથી પાછા આવી રહ્યા હતા, ત્યારે CISF જવાનોએ તે લોકોની સંભાળ લેવાનું જોખમ લીધું હતું અને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
CISF Raising Day 2022: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)નો 53મો સ્થાપના દિવસ આજે 6 માર્ચ રવિવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ ખાતે CISF કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોવિડ સમયગાળા દરમિયાન CISFએ શાનદાર કામ કર્યું છે. તેમણે કહ્યું, "ઓપરેશન ગંગામાં CISFના જવાનો પણ કામ કરી રહ્યા છે. દિલ્હી મેટ્રો ચલાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. CISFની જવાબદારીનો વિસ્તાર કરવામાં આવશે."
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "કોરોના મહામારી દરમિયાન, જ્યારે ભારતીયો વિદેશથી પાછા આવી રહ્યા હતા, ત્યારે CISF જવાનોએ તેમની સંભાળ લેવાનું જોખમ લીધું હતું અને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. તેઓ ઓપરેશન ગંગા હેઠળ નાગરિકો યુક્રેનથી પરત ફરી રહ્યા હતા. તેમની પણ કાળજી લઈ રહ્યા છે.
આપણા જવાનોએ ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદ કરી : શીલવર્ધન સિંહ
આ દરમિયાન CISFના મહાનિર્દેશક શીલવર્ધન સિંહે કહ્યું, "આજે આપણે અંતરિક્ષ અને અણુ ઉર્જા કેન્દ્રો, બંદરો, એરપોર્ટ્સ અને મેટ્રો રેલની સુરક્ષામાં સૌથી આગળ રહીને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છીએ." તેમણે કહ્યું, "દિલ્હી મેટ્રોમાં 30 લાખથી વધુ મુસાફરો અને દેશભરના એરપોર્ટ પર 10 લાખ મુસાફરો CISF સુરક્ષામાંથી પસાર થાય છે. અમે વિમાનયાત્રાના મુસાફરોને 12 કરોડ રૂપિયાનો સામાન પરત કર્યો છે, જ્યારે અમારા જવાનોએ ઈમરજન્સીની સ્થિતિમાં લોકોની મદદ કરી છે.
Protectors of progress!
— Ministry of Railways (@RailMinIndia) March 6, 2022
Indian Railways greets CISF on their 53rd raising day. Their commitment ensures uninterrupted progress by protecting India's industrial resources. Salute to their indominable courage and bravery.#CISFRaisingDay pic.twitter.com/snfSGsJ2oY
CISFનો સ્થાપના દિવસ 10 માર્ચે છે. જો કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આ તારીખે આવવાના છે. આવી સ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. CISFની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ થઈ હતી. આ અર્ધલશ્કરી દળ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.