શોધખોળ કરો

Citizenship Amendment Act: શું લોકસભા ચૂંટણી અગાઉ CAA લાગુ થશે? આ હિંદુઓને મળશે નાગરિકતા

Citizenship Amendment Act: અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જાહેર કરવા જઈ રહી છે.

Citizenship Amendment Act:  નાગરિકતા સંશોધન કાયદો લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'નાગરિકતા સંશોધન અધિનિયમ 2019'ના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જ નોટિફાઇ કરી દેવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ જાણકારી આપી હતી. અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જાહેર કરવા જઈ રહી છે. એકવાર નિયમો જાહેર થયા પછી કાયદો લાગુ કરી શકાય છે, જેથી પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય. ચાર વર્ષથી વધુ સમયના વિલંબ બાદ હવે CAAના અમલ માટે નિયમો જરૂરી છે.

નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે?

ચર્ચા દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે. શું તે પહેલાં CAAને નોટિફાઇ કરવામાં આવશે. આના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે.

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે

સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

કાયદો 2019માં પસાર થયો હતો

વાસ્તવમાં આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા પ્રતાડિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAને ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

અમિત શાહે આપ્યું મોટું નિવેદન

તાજેતરમાં 27 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં. આ દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

CAA લાગુ કરવા માટે ભાજપની પ્રતિબદ્ધતા

કોલકાતામાં પાર્ટીની બેઠકને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ કરવાની ભાજપની પ્રતિબદ્ધતા છે. વાસ્તવમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી CAAનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

2020થી એક્સ્ટેંશન લેવામાં આવી રહ્યું છે

સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં 2020 થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત સમયે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.

આ સત્તાઓ 9 રાજ્યોમાં ડીએમને આપવામાં આવી હતી

છેલ્લા બે વર્ષમાં નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે.

આ રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી છે

2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget