શોધખોળ કરો

CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'

Abhijit Deepke: અભિજીત દીપકે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરતા કહ્યું કે સીજેપી 2 ઓક્ટોબરે મુંબઈથી પોતાનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેને દેશના અન્ય શહેરો સુધી લઈ જઈશું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અભિજીત દીપકે જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું.
  • જ્ઞાનેશના રાજીનામા, SIR રોકવા, વોટર લિસ્ટ પુનઃસ્થાપિત કરવાની મુખ્ય માંગ.
  • બે ચૂંટણી કમિશનરોએ SIR પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા વિવાદ થયો.
  • વિપક્ષ જ્ઞાનેશ કુમારને હટાવવા દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહ્યો છે.

Abhijit Deepke: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંયોજક અભિજીત દીપકે ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા પર ઊઠી રહેલા સવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધારતી જાહેરાત કરી છે.   

 

તેમણે શુક્રવારે (25 સપ્ટેમ્બર) X પર લખ્યું, ''જો જ્ઞાનેશ કુમાર કાલ સુધી રાજીનામું નહીં આપો, તો CJP 2 ઓક્ટોબરે મુંબઈથી પોતાનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેને ભારતભરના શહેરો સુધી લઈ જવામાં આવશે. આ ગાંધી જયંતી પર ચાલો લોકતંત્રને બચાવવાનો સંકલ્પ લઈએ.''   

આ પણ વાંચો...Weather Forecast: 25થી 27 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી

કાલે આપ્યું હતું 48 કલાકનું અલ્ટીમેટમ

આ પહેલા અભિજીત દીપકે અને તેમના સહયોગી સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ ગુરૂવારે (24 સપ્ટેમ્બર) પ્રેસ કોન્ફરન્સ કરીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું, ''અમે 3 માગણીઓ મૂકી રહ્યા છીએ. પહેલું- જ્ઞાનેશ કુમારનું રાજીનામું થાય અને તેમની સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવે. બીજું- SIR પર રોક લાગે અને જાન્યુઆરી 2025 ની વોટર લિસ્ટને પુનઃસ્થાપિત કરવામાં આવે. 2023 ના કાયદાને રદ કરવામાં આવે અને ચૂંટણી પંચમાં સુધારો થાય.''   

અભિજીત દીપકની આ જાહેરાત એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે નીટ પેપર લીક સામે દિલ્હીના જંતર મંતર પર થયેલા CJP ના પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. સરકારે વાતચીતની પણ પહેલ કરી હતી.   

બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યા હતા સવાલ

ચૂંટણી પંચ અને SIR ને લઈને બુધવારે (23 સપ્ટેમ્બર) ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના ખુલાસા બાદ નવો વિવાદ શરૂ થયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે SIR પ્રક્રિયા દરમિયાન ત્રણ ચૂંટણી કમિશનરોમાંથી બે ચૂંટણી કમિશનરોએ કેટલીક વાર વાંધા વ્યક્ત કર્યા હતા. ચૂંટણી પંચની અંદર અનબનની ખબરથી રાજકીય જગતમાં સનસની ફેલાઈ ગઈ હતી.   

વિપક્ષી પાર્ટીઓ પહેલાથી જ SIR ની પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહી હતી, પરંતુ નવા ખુલાસાએ તેને મોટો મુદ્દો આપ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી સહિત અન્ય વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટને સુઓ મોટો સંજ્ઞાન લેવા માટે કહ્યું છે.   

કોંગ્રેસ આજે જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી રહી છે. ગુરૂવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જ્ઞાનેશ કુમાર અને ભાજપને નિશાના પર લીધા હતા. વિપક્ષી પાર્ટીઓ જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ લાવવાની પણ તૈયારી કરી રહી છે.  

Frequently Asked Questions

અભિજીત દીપક કોણ છે?

અભિજીત દીપક કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંયોજક છે. તેમણે ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા પરના સવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

CJP એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને શું અલ્ટીમેટમ આપ્યું છે?

CJP એ જ્ઞાનેશ કુમારને રાજીનામું આપવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે.

અભિજીત દીપકે કઈ 3 મુખ્ય માગણીઓ રજૂ કરી છે?

તેમની માગણીઓ છે: જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને ગુનાહિત કાર્યવાહી, SIR પર રોક અને જાન્યુઆરી 2025 ની વોટર લિસ્ટની પુનઃસ્થાપના, અને 2023 ના કાયદાને રદ કરીને ચૂંટણી પંચમાં સુધારા.

તાજેતરમાં ચૂંટણી પંચમાં કયો નવો વિવાદ શરૂ થયો છે?

ઇન્ડિયન એક્સપ્રેસના ખુલાસા બાદ વિવાદ શરૂ થયો છે. રિપોર્ટ મુજબ, SIR પ્રક્રિયા દરમિયાન ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરોએ વાંધા ઉઠાવ્યા હતા, જેનાથી પંચમાં મતભેદ બહાર આવ્યા.

Advertisement

ટોપ સ્ટોરી

4000 પોલીસકર્મી, CAPFની 270 કંપનીઓ તૈનાત, INDIA ગઠબંધનની રેલી પહેલા દિલ્હી ફેરવાયું છાવણીમાં
4000 પોલીસકર્મી, CAPFની 270 કંપનીઓ તૈનાત, INDIA ગઠબંધનની રેલી પહેલા દિલ્હી ફેરવાયું છાવણીમાં
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
Ujjain Accident: ઉજ્જૈનની હોટેલમાં મોટી દુર્ઘટના ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી 4 લોકોના મોત
Ujjain Accident: ઉજ્જૈનની હોટેલમાં મોટી દુર્ઘટના ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી 4 લોકોના મોત
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું થશે જેલ? જાણો શું કહે છે કાયદો અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું થશે જેલ? જાણો શું કહે છે કાયદો અને નિયમો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
Upcoming Bikes 2027: 2027માં થશે આ ધાંસુ બાઇક્સની એન્ટ્રી, કિંમત ઓછી અને માઇલેજ વધારે
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs NZ: હેમિલ્ટનમાં થશે રનનો વરસાદ કે ચાલશે બોલરોનો જાદુ? જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
Embed widget