(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પાસે માગ્યા હતા 50 કરોડ રુપિયા! વિધાનસભામાં CMના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી.
Eknath Shinde On Uddhav Thackeray: મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે (4 ઓગસ્ટ) વિધાનસભામાં વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતી વખતે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિશે મોટો ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી. શિંદેએ દાવો કર્યો કો, પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરફથી એસબીઆઈની મુખ્ય શાખામાં હાજર શિવસેનાના એકાઉન્ટમાં 50 કરોડની રકમને તેમની પાર્ટી યૂબીટીમાં ટ્રાન્સફર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ શિંદએ પાર્ટી ફંડની રકમ શિવસેના યૂબિટીને ટ્રાન્સફરક કરવાનો પત્ર એસબીઆઈને આપી દીધો.
विधानभवन, मुंबई येथे आयोजित पत्रकार परिषदेतून लाईव्ह (४ ऑगस्ट २०२३) https://t.co/cGxVo0CcF7
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 4, 2023
શું છે સમગ્ર મામલો
24 જુલાઈના રોજ, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખાને પત્ર લખીને શિવસેનાના બેંક ખાતામાં 50 કરોડ રૂપિયા શિવસેના યુવીટીના નવા ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેના પાર્ટી અને પાર્ટીના ચિહ્ન પર એકનાથ શિંદેનો અધિકાર છે.
શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા
જો કે, ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરફથી SBIને પત્ર મળ્યા બાદ, બેંકે એકનાથ શિંદેના જૂથ પાસેથી કાગળો માંગ્યા હતા. આ પછી, શિંદે જૂથે પક્ષના ખાતામાં હસ્તાક્ષર બદલી નાખ્યા હતા. આવકવેરા અને કેટલાક કાયદાકીય કામ એજ મહિનામાં પૂર્ણ કરવાના હતા. આ કારણોસર, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી કેટલાક કાગળો માંગ્યા હતા, પરંતુ તે યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એસબીઆઈને મોકલવામાં આવેલા પત્ર પછી, એકનાથ શિંદેએ પાર્ટી એકાઉન્ટમાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ટ્રાન્સફર કરવા લેટર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય શાખાને આપવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેનો જવાબ
એકનાથ શિંદે અને શિવસેનાના 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો પક્ષ છોડવાનો નિર્ણય લીધો ત્યારથી, શિંદે અને તેમના સાથીદારો પર ઠાકરે જૂથ દ્વારા '50 ખોખે એકદમ ઓકે' નો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આ આરોપોનો જવાબ આપતા શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગૃહની અંદર કાગળ બતાવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ વતી SBI ખાતામાં રાખવામાં આવેલા 50 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.