શોધખોળ કરો
Advertisement
કોલકાતામાં કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી, CM મમતા બેનર્જી થયા સામેલ
કોલકાતા: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા, જેને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
શુક્રવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી ત્યારબાદ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવામાં આવ્યો. આજે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં પુલવામા હુમલાને લઈને તમામ પક્ષો વચ્ચે ચર્ચા થઈ. બીજી તરફ શહીદ જવાનોના પાર્થિવ શરીરને કાલે શ્રીનગરથી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા જ્યાં પીએમ મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, નિર્મલા સીતારમણ, રાજનાથ સિંહ સહિત તમામ નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. આજે શહીદ જવાનોના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.West Bengal CM Mamata Banerjee participates in a candlelight march in Kolkata. #PulwamaAttack pic.twitter.com/xqg5mzod8q
— ANI (@ANI) February 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement