શોધખોળ કરો
Advertisement
Desh Ka Mood: દેશના સૌથી સારા મુખ્યમંત્રીઓમાં રૂપાણી 10મા નંબરે, જાણો કોણ છે પ્રથમ નંબરે ?
દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે.
Desh Ka Mood ABP News Survey: દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સામેલ નથી. સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ યાદીમાં બીજા નંબર પર છે. ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં 10માં નંબર પર છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્રર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કર્યા છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે.
સૌથી સારા મુખ્યમંત્રી કોણ
ટોપ 10
1. ઓરિસ્સા- નવીન પટનાયક
2. દિલ્હી -અરવિંદ કેજરીવાલ
3. આંધ્ર પ્રદેશ- જગન મોહન રેડ્ડી
4. કેરળ - પી વિજયન
5.મહારાષ્ટ્ર- ઉદ્ધવ ઠાકરે
6. છત્તીસગઢ- ભૂપેશ બઘેલ
7. પશ્ચિમ બંગાળ - મમતા બેનર્જી
8.મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ
9. ગોવા - પ્રમોદ સાવંત
10.ગુજરાત- વિજય રૂપાણી
દેશના 5 સૌથી ખરાબ મુખ્યમંત્રી
1. ઉત્તરાખંડ - ત્રિવેંદ્ર સિંહ રાવત
2.હરિયાણા- મનોહર લાલ ખટ્ટર
3.પંજાબ- કેપ્ટન અમરિંદર સિંહ
4.તેલંગણા- કે ચંદ્રશેખર રાવ
5.તમિલનાડુ- કે પલાની સામી
ઓરિસ્સા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં સૌથી લોકપ્રિય નેતા છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહાર સહિત ત્રણ મોટા ભાજપ શાસિત રાજ્યોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે. મહારાષ્ટ રાજ્યમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની લોકપ્રિયતા પ્રધાનમંત્રી મોદી કરતા વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion