શોધખોળ કરો
Advertisement
અયોધ્યાઃ SCના ચુકાદા અગાઉ ઉત્તરપ્રદેશમાં એલર્ટ, 30 નવેમ્બર સુધી સરકારી અધિકારીઓની રજાઓ રદ
આગામી મહિને અયોધ્યા પર સંભવિત નિર્ણય અગાઉ સરકારે આ આદેશ આપ્યો છે.
લખનઉઃ અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી આજે પૂર્ણ થઇ ગઇ છે. ખત્મ થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર અગાઉ અયોધ્યા પર સુપ્રીમનો ચુકાદો આવી જશે. બીજી તરફ અયોધ્યા મામલામાં ચુકાદો અગાઉ ઉત્તર પ્રદેશમાં હલચલ તેજ થઇ ગઇ છે. અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે જ્યારે રાજ્ય સરકારે તમામ પોલીસ અને વહીવટી અધિકારીઓની રજાઓ 30 નવેમ્બર સુધી રદ કરી દીધી છે. સરકારે પોતાના આદેશમાં તમામ અધિકારીઓને પોત-પોતાના હેડક્વાર્ટરમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. સરકારના આદેશમાં રજાઓ રદ કરવા પાછળનું કારણ તહેવાર બતાવ્યું છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આગામી મહિને અયોધ્યા પર સંભવિત નિર્ણય અગાઉ સરકારે આ આદેશ આપ્યો છે.
અયોધ્યા કેસમાં આજે અંતિમ દિવસની સુનાવણી દરમિયાન પાંચ જજોની ખંડપીઠ સામે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને અયોધ્યા સંબંધિત એક નકશો ફાડી નાખ્યો હતો. વાસ્તવમાં હિંદુ પક્ષકારના વકીલ વિકાસ સિંહે એક પુસ્તકનો ઉલ્લેખ કરી નકશો બતાવ્યો હતો. નકશો ફાડ્યા બાદ હિંદુ મહાસભાના વકીલ અને ધવન વચ્ચે રકઝક થઇ ગઇ હતી. જેનાથી નારાજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ કહ્યું કે, જો આમ જ ચાલતું રહ્યું તો જજ ઉઠીને જતા રહેશે. હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, અમે અયોધ્યા રીવિઝટ પુસ્તક કોર્ટ સામે રાખવા માંગીએ છીએ જેને નિવૃત આઇપીએસ કિશોર કૃણાલે લખી છે. જેમાં રામ મંદિર અગાઉના અસ્તિત્વ અંગે લખ્યું છે. પુસ્તકમાં હંસ બેકરનો કોટ છે. 24મા ચેપ્ટરમાં લખ્યું છે કે જન્મસ્થાનના વાયુ કોણમાં રસોઇ ઘર હતું. દક્ષિણ ભાગમાં કૂવો હતો. વિકાસે આ પુસ્તકનો નકશો કોર્ટમાં બતાવ્યો, જેને ધવને પાંચ ટૂકડામાં ફાડી નાખ્યો હતો.Varun Sinha, Hindu Mahasabha's lawyer: Supreme Court has reserved the order and has made it clear that the decision will come, in this case, within 23 days. #AyodhyaCase pic.twitter.com/FOM574Osig
— ANI (@ANI) October 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement