શોધખોળ કરો

Weather: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાનનું એલર્ટ 

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી થોડા દિવસો સુધી તીવ્ર ઠંડી ચાલુ રહેવાની ધારણા છે.

નવી દિલ્હી:  ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં આ વર્ષે પહેલીવાર લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી થોડા દિવસો સુધી તીવ્ર ઠંડી ચાલુ રહેવાની ધારણા છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ તીવ્ર ઠંડીની સ્થિતિ ઉત્પન્ન શકે છે.

પૂર્વી અને પશ્ચિમ રાજસ્થાન માટે રેડ એલર્ટ

હવામાન વિભાગે પૂર્વી અને પશ્ચિમ રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં તીવ્ર ઠંડીની લહેર અને અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. વધુમાં, સાત રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહાર, જેમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી થોડા દિવસો સુધી ગાઢ ધુમ્મસનો ખતરો ચાલુ રહેશે.

હવામાન વિભાગની  આગાહી મુજબ, "ઉત્તર પ્રદેશમાં, 13  જાન્યુઆરી સુધી સવારના કલાકો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે, જ્યારે 18  જાન્યુઆરી, 2026  સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી છે. બિહારમાં, 12  જાન્યુઆરી સુધી સવારના કલાકો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે  અને 17  જાન્યુઆરી, 2026 સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી છે."

અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબમાં 16 મી તારીખ સુધી હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 17 મી તારીખ સુધી, પશ્ચિમ રાજસ્થાનમાં 13 મી તારીખ સુધી, પૂર્વી રાજસ્થાન અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14મી તારીખ સુધી અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 14 મી જાન્યુઆરીએ સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે.

દિલ્હીમાં કાતિલ ઠંડી, લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે ગયું

દિલ્હી અને સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં ઠંડીનો પ્રકોપ યથાવત છે. સોમવારે સવારે પણ તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, જોકે દિવસે તડકો હતો. શહેરના ઘણા હવામાન મથકો પર લઘુત્તમ તાપમાન લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. જાન્યુઆરી 2023 પછી આ મહિનાનો સૌથી ઠંડો દિવસ હતો. IMD અનુસાર, 16 જાન્યુઆરી, 2023 ના રોજ લઘુત્તમ તાપમાન ઘટીને 1.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget