શોધખોળ કરો
Advertisement
તમિલનાડુમાં કૉંગ્રેસ-DMK વચ્ચે બેઠકોને લઈ પેચ ફસાયો, સંકટમાં ગઠબંધન
એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ, તમિલનાડુમાં કૉંગ્રેસ અને DMK વચ્ચે પેચ ફસાયો છે. DMK આ વખતે કૉંગ્રેસને વધારે બેઠકો આપવાના મૂડમાં નથી.
રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી એ રાજ્યોમાં વધારે જોર લાગવી રહી છે, જ્યાં તેમની સીધી લડાઈ છે. કૉંગ્રેસ સુત્રોનું કહેવું છે કે પાર્ટી સંગઠન કેરળ અને આસામમાં હાલ પણ મજબૂત છે. આસામમાં આ વખતે કૉંગ્રેસ સામે ચહેરાનું સંકટ છે જ્યારે કેરલમાં તમામને એકસાથે રાખવા પાર્ટી માટે પડકાર છે.
એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ, તમિલનાડુમાં કૉંગ્રેસ અને DMK વચ્ચે પેચ ફસાયો છે. DMK આ વખતે કૉંગ્રેસને વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ 41 બેઠકો પર લડી હતી. આ વખતે DMK કૉંગ્રેસને 25થી વધારે બેઠકો આપવા નથી માંગતી અને આજ કારણે કૉંગ્રેસ DMK પર દબાવ બનાવી રાહુલ ગાંધીની વધુમાં વધુ રેલીઓ અને સમ્મેલન તમિલનાડુમાં કરાવી રહી છે.
કૉંગ્રેસનું અલગ ચૂંટણી લડવું પણ સંભવ
કૉંગ્રેસ સૂત્રોએ એ પણ જણાવ્યું જો DMK કૉંગ્રેસને સન્માનજનક બેઠકો નહી આપે તો પાર્ટી અલગ ચૂંટણી લડવા પર વિચાર કરી શકે છે. બંગાશમાં પણ આજ પરિસ્થિતિ છે. ગઠબંધનની જાહેરાત બાદ પણ કૉંગ્રેસ-લેફ્ટ વચ્ચે બેઠકો પર હજુ સુધી સહમતિ નથી બની અને રાહુલ ગાંધીના પશ્ચિમ બંગાળમાં લેફ્ટ સાથે ચૂંટણી પ્રચારને લઈ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.
રાહુલ ગાંધી ચાર રાજ્યોમાં પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ પશ્ચિમ બંગાળથી દૂર છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે બંગાળમાં બેઠકો પર સમજૂતી થઈ ગઈ છે અને જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવશે.
રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલ અને પુડ્ડુચેરીમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન અને બે મેના રોજ પરિણામ આવશે. કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં માત્ર એક તબક્કમાં મતદાન થશે. ત્રણેય રાજ્યો માટે 12 માર્ચે અધિસૂચના જાહેર થશે. 19 માર્ચે નામાંકન. 6 એપ્રિલે ત્રણેય રાજ્યોમાં એક સાથે મતદાન અને 2 મેના રોજ પરિણામ. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement