શોધખોળ કરો
Advertisement
PM મોદીના સફાઇ કર્મીઓના પગ ધોવા મુદ્દે કોંગ્રેસે શું કહ્યું, જાણો વિગત
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની યાત્રા પર હતા. જ્યાં તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભમાં ડૂબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી હતી. જે બાદ પીએમ મોદીએ સફાઈકર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર વ્યક્ત કર્યો. આ અંગે કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના પર પ્રહાર કર્યો છે.
PM મોદીએ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓના ધોયા પગ, જુઓ Video
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું કે, “આ પરંપરા જૂની છે. કન્યાઓનું પૂજન થાય છે. આ નવી નવી પૂજા નીકાળી રહ્યા છે, આ આરએસએસનું હિન્દુત્વ છે. સોશિયલ મીડિયા પર તેમની મજાક પણ ઉડવાની શરૂ થઈ ગઈ છે. આના બદલે તે લોકોને સારા કપડાં આપ્યા હોત તો સારું થાત.”
BSPના પ્રમુખ માયાવતીએ સોમવારે ટ્વિટ કર્યું કે, “ચૂંટણી સમયે સંગમમાં શાહી સ્નાન કરવાથી મોદી સરકારના ચૂંટણી વાયદા, જનાતથી વિશ્વાસઘાત તથા અન્ય પ્રકારના સરકારી જુમલા તથા પાપ ધોવાઈ જશે ? નોટબંધી, જીએસટી, જાતિવાદ, સાંપ્રદાયિકતાના જબરદસ્ત મારથી ત્રસ્ત લોકો શું બીજેપીને સરળતાથી માફ કરી દેશે ?”Raj Babbar,Cong on PM washing feet of sanitation workers: Ye parampara purani hai, kanyaon ka pujan hota hai. Ye nayi nayi puja nikal rahe hain, ye RSS ka Hindutva hai. Social media pe unka mazak bhi udna shuru ho chuka hai. is se accha hota un logon ke liye acche kapde de dete pic.twitter.com/tx49GGwAuQ
— ANI UP (@ANINewsUP) February 25, 2019
Will a ‘SHAHI’ dip in Sangam by PM Modi be able to wash sins of reneging poll promises,treachery & other state wrongs? Not possible for people to forgive BJP easily for making their life miserable through deeds of Notebandi,GST,Vengeance, Casteism,Communal & Authoritarian rule.
— Mayawati (@Mayawati) February 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement