World Cup 2023: સોનિયા ગાંધીએ વિશ્વ કપની ફાઈનલને લઈને આપ્યું નિવેદન, કહ્યું, મને વિશ્વાસ છે...
World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વિશ્વ કપની ફાઈનલ યોજાવાની છે. જેને લઈને સમગ્રે દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમને ચારેકોરથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.
World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વિશ્વ કપની ફાઈનલ યોજાવાની છે. જેને લઈને સમગ્રે દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમને ચારેકોરથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. ક્યાંક પૂજા તો ક્યાંક હવન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.
मेरी प्यारी टीम इंडिया के खिलाड़ियों,
— Congress (@INCIndia) November 18, 2023
सबसे पहले इस वर्ल्ड कप के दौरान आपके खेल और टीम वर्क के लिए आपको बहुत सारी बधाई।
आपने पूरे देश को लगातार खुशी और गौरव के पल दिए हैं। इस वर्ल्ड कप के फाइनल मैच तक की आपकी यात्रा में बहुत बड़े संदेश हैं। वो संदेश एकता, कड़ी मेहनत और संकल्प का… pic.twitter.com/OuOpNjj4YN
તેમણે કહ્યું કે, “મારા પ્રિય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સૌ પ્રથમ, આ વિશ્વ કપ દરમિયાન તમારી રમત અને ટીમ વર્ક માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે સમગ્ર દેશને સતત ખુશી અને ગર્વની ક્ષણો આપી છે. આ વર્લ્ડ કપની ફાઈનલ સુધીની તમારી સફરમાં મોટા સંદેશા છે. તે સંદેશ એકતા, પરિશ્રમ અને સંકલ્પનો છે. હું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેમના શાનદાર વ્યક્તિગત રેકોર્ડ માટે પણ અભિનંદન આપવા માંગુ છું.
"Your journey to the finals has been inspiring and has valuable lessons that extend beyond the cricket field. These lessons are of unity, hard work, determination and unwavering belief in yourself."
— Congress (@INCIndia) November 18, 2023
Here is the message from CPP Chairperson Smt. Sonia Gandhi ji to Team India. pic.twitter.com/cB3jfBFwgo
આજે મને છેલ્લા બે પ્રસંગો યાદ આવે છે જ્યારે ભારતે પ્રથમ 1983માં અને પછી 2011માં વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. તે બંને પ્રસંગોએ દેશ સન્માન અને ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. હવે ફરી એ તક આવી છે. ક્રિકેટે હંમેશા આપણા દેશને એક કરવાનું કામ કર્યું છે. હવે, જ્યારે તમે ફાઇનલ મેચ માટે તૈયાર છો, ત્યારે સમગ્ર દેશ તમારી સાથે ઉભો છે અને તમારી સફળતા માટે શુભેચ્છા પાઠવે છે. તમને મારી હાર્દિક શુભેચ્છાઓ. તમારામાં વિશ્વ ચેમ્પિયન બનવાના તમામ ગુણો છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતશે. જય હિંદ!