શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કર્ણાટકમાં ચાલુ વિધાન પરિષદમાં કોંગ્રેસના MLC પોર્ન જોતા હતા, વીડિયો વાયરલ થતા.....
પ્રકાશ રાઠોડનો એક વીડિયો વાયરલ થયો છે. ક્લિપમાં ગૃહમાં એમએલસી પોતાના મોબાઈલ ફોન પર સ્ટોરેજ ક્લિક કરતાં જોવા મળે છે.
કર્ણાટક વિધાન પરિષદના કોંગ્રેસના નેતા અને એમએલસી પ્રકાશ રાઠોડ ગુરુવારે વિધાન પરિષદમાં તેમના મોબાઈલ પર પોર્ન વીડિયો જોતા પકડાઈ ગયા હતા. તેઓ પોર્ન જોતા હોય તેવા કેટલાક ફૂટેજ કન્નડ ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે હોબાળો થતા રાઠોડે પોતાના પર લાગેલ આરોપને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી. નોંધનીય છે કે, આ પહેલા 2012માં કર્ણાટક વિધનસભામાં ત્રણ મંત્રીઓ અશ્લીમ સામગ્રી જોતા જોવા મળ્યા હતા.
પ્રકાશ રાઠોડનો એક વીડિયો વાયરલ થયો છે. ક્લિપમાં ગૃહમાં એમએલસી પોતાના મોબાઈલ ફોન પર સ્ટોરેજ ક્લિક કરતાં જોવા મળે છે. આ દરમિયાન બીજી ક્લિપની વચ્ચે તેમના ફોન પર કેટલીક અશ્લીલ ક્લિપ પણ જોવા મળી. જોકે, રાઠોડે એ ક્લિપ પર ક્લિક ન કર્યું અને ફોનમાં સર્ફિંગ કરતાં તે આગળ વધી જાય છે.
આ મામલે રાઠોડે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેઓ પ્રશ્નકાળ દરમિયાન સરકારને પ્રશ્નો પૂછા માટે તેમના મોબાઈલ ફોનમાં આ સંબંધિત સામગ્રી જોઈ રહ્યા હતા અને પોતાનામાં ફોનમાંથી કેટલાક ડેટા ડિલીટ કરી રહ્યા હતા કારણ કે તેમના ફોનની મેમરી ફુલ થઈ ગઈ હતી. રાઠોડે કહ્યું કે, તેઓ જ્યારે સર્ફિગ કરી રહ્યા હતા ત્યારે તેમાં ઘણાં મેસેજ હતા અને તમે શું જોયું અને શું બતાવ્યું તે મને ખબર નથી.
આ મામલે ભાજપે લેખિતમાં પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ રાઠોડના રાજીનામાની માગ કરી છે. ભાજપ પ્રવક્તા એસ પ્રકાશે કહ્યું કે, હું કોંગ્રેસ એમએલસી પ્રકાશના સસ્પેન્શનની માગ કરુ છું. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. અમારી પાર્ટી આ વાત સ્પીકર સામે પણ મુકશે. પ્રકાશે કહ્યું કે, તેમના આ કાર્યથી ગૃહની ગરિમા ઘટી છે.
નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2012માં ભાજપના ત્રણ પ્રધાનો ચાલુ વિધાનસભામાં મોબાઈલ પોનમાં અશ્લીલ ક્લિપ જોતા કેમેરેમાં ઝડપાયા હતા. જેના કારણે તાત્કાલીક ભાજપ સરકાર શરમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ ત્રણેય મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion