શોધખોળ કરો
કન્યાકુમારીથી કૉંગ્રેસ સાંસદ એચ વસંતકુમારનું કોરોનાથી નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
એચ વસંત કુમારને 10 ઓગસ્ટે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચેન્નઈ: તમિલાડુના કન્યાકુમારીથી કૉંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. અધિકારીએ જણાવ્યું કે, 10 ઓગસ્ટે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં કોરોના સંક્રમિત વસંતકુમારને દાખલ કરાયા હતા. સાંસદના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસે દુખ વ્યક્ત કર્યું છે.
પીએમ મોદીએ ટ્વિટ કરી કે, “લોકસભા સાંસદ એચ વસંતકુમારના નિધનથી દુખ થયું. બિઝનેસ અને સમાજ સેવાના પ્રયાસોમાં તેમની ભૂમિકા ઉલ્લેખનીય હતી. તેમની સાથે વાતચીત દરમિયાન હંમેશા તમિલનાડુની પ્રગતિ અંગે તેમનાના ઝનૂન દેખાતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના.”
ડૉક્ટરોએ જણાવ્યું કે, સાંસદને નિમોનિયા થઈ ગયું હતું. જેના બાદ તેની સ્થિતિ નાજૂક હતી. વસંતકુમાર પહેલીવાર 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે પહેલા બે વખત ધારાસભ્ય રહી ચૂક્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement