Rahul Gandhi: 'હંમેશા સત્તામાં નહી રહે BJP...', રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીનો સમય જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે
Congress MP Rahul Gandhi Attack on BJP: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે (6 માર્ચ) લંડનમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિશ્વાસ છે કે તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે, પરંતુ એવું નથી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેવું કહેવું એક હાસ્યાસ્પદ વિચાર છે.
Shri @RahulGandhi had an insightful interaction with UK’s Members of Parliament, respected academics, journalists, community leaders and leaders of the Indian Overseas Congress at the Grand Committee Room, UK Parliament, earlier today. pic.twitter.com/cqSPRIAALR
— Congress (@INCIndia) March 6, 2023
સોમવારે સાંજે ચૅથમ હાઉસ થિંક ટેન્ક ખાતે ઇન્ટરેક્ટિવ સત્રને સંબોધતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની નિષ્ફળતા પાછળના કારણો પણ સમજાવ્યા હતા.
કોંગ્રેસ પણ 10 વર્ષ સુધી સતત સત્તામાં હતી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીનો સમય જુઓ તો કોંગ્રેસ પાર્ટી મોટાભાગનો સમય સત્તામાં રહી છે. ભાજપ 10 વર્ષ સત્તામાં હતી તે પહેલાં અમે 10 વર્ષ સત્તામાં હતા. ભાજપને એવું માનવું ગમે છે કે તે ભારતમાં સત્તામાં આવી છે અને કાયમ સત્તામાં રહેશે, પણ એવું નથી.
2014માં યુપીએથી શું ભૂલ થઇ હતી તે પણ જણાવ્યું
કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પણ ભારતમાં થઈ રહેલા ફેરફારો તરફ ધ્યાન દોર્યું જેને કોંગ્રેસ અને યુપીએ સરકારોને આશ્ચર્યચકિત કરી દીધી હતી, જેમ કે ગ્રામીણમાંથી શહેરી તરફ સ્થળાંતર. તેમણે કહ્યું, “અમે ગ્રામીણ ક્ષેત્ર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં શહેરી ક્ષેત્રને ચૂકી ગયા તે હકીકત છે. પરંતુ એવું કહેવું કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ગઈ છે તે ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે.
ભાજપે પણ રાહુલ પર પ્રહારો કર્યા હતા
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપ્યો છે. ભાજપે રાહુલ ગાંધી પર ચીનના વખાણ કરીને વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું, "ભારત સાથે દગો ન કરો, રાહુલ ગાંધીજી. ભારતની વિદેશ નીતિ સામેના વાંધાઓ એ મુદ્દાની તમારી નબળી સમજણનો પુરાવો છે. તમે વિદેશની ધરતી પરથી ભારત વિશે જે જૂઠ ફેલાવ્યું છે તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવાના ષડયંત્રના ભાગરૂપે વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આશરો લીધો છે..