શોધખોળ કરો
એર ઈન્ડિયાએ આ તારીખ સુધી ઈન્ટરેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટનું બુકિંગ કેમ કેન્સલ કર્યું? જાણો કારણ
તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રેન, મેટ્રો, બસ સહિત તમામ વાહનો પર પણ રોક લગાવવામાં આવી છે.

નવી દિલ્હી: કોરોના કહેરથી સમગ્ર ભારત જ નહીં દુનિયામાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસ સુધીનું લોકડાઉનની જાહેરાત કરી છે. જે આગામી 14 એપ્રિલ સુધી પૂર્ણ થાય છે. તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રેન, મેટ્રો, બસ સહિત તમામ વાહનો પર પણ રોક લગાવવામાં આવી છે. લોકડાઉન 14 એપ્રિલથી આગળ વધતી અટકળો વચ્ચે એર ઈન્ડિયાએ તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટોના બુકિંગને 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, તમામ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો માટે બુકિંગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના વાયરસ ભારત સહિત દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 3108થી વધુ કેસો સામે આવ્યો ચૂક્યા છે, જેમાંથી 62 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે. આ પ્રકારે સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 લાખ 56 હજાર 770થી વધુ થઈ ચૂકી છે, જેમાંથી 55 હજાર 780થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ ઝપેટમાં ઇટલી છે, જ્યાં 13 હજાર 914થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારબાદ બીજા નંબર પર સ્પેન છે, જ્યાં મરાનારઓની સંખ્યા 10 હજાર 934 પર થઇ ચૂકી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















